________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
તે વતો અને આચરણો પૈકી એનો પણ ભંગ થવાથી પ્રાપ્ત થતું દ્રવ્ય અન્યાયથીજ પ્રાપ્ત કરેલું દ્રવ્ય છે, અને ત્રસ જીવની હિંસા સર્વ પ્રકારે ત્યાગ કરવી જોઇએ એવું શ્રાવક ધર્મને માટે સૌથી પ્રથમ ફરમાન છે. તો તે ફરમાનનું ઉલ્લંઘન કરીને જે દ્રવ્ય પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાયથી સંપ્રત કરેલું કેમ કહેવાય ? આ વિષય બહુજ વિચારવા લાયક છે. આપણા દરરોજના કાર્ય સાથે તે સંબંધ ધરાવતો છે. તેથી તેની આવશ્યકતા અન્ય વિષય કરતાં વિશેષ છે, અને તે તરફ હંમેશાં આપણી દ્રષ્ટિ રાખી આપણા આચાર વિચાર શુદ્ધ કરવા સારૂ ચાલુ પ્રયત્ન કરવો જોઇએ. એ પ્રયત્ન સફળ થાય તેટલા માટે આપણા પૂર્વાચાર્યોએ તેવી પ્રાર્થના કરવાની આપણી જિનપૂજન જેવી નિત્યની ક્રિયામાં ગોક્વણ કરેલી છે, જેથી આપણું લક્ષ્યબિન્દુ હંમેશ આપણી નજર આગળજ રહે અને આપણી મનોભાવના દિન પ્રતિદિન શુદ્ધ થઈને આપણે પ્રાન્ત અખંડ સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઇએ. માર્ગાનુસારિપણું પ્રાપ્ત કરવાના અનેક આવશ્યક ગુણો માંહેલા પ્રથમ ગુણ પરત્વે આટલું જ જણાવી આપણે બીજા ગુણ વિષે વિચાર કરીએ.
માર્ગાનુસારીનું બીજું વિશેષણ શિMાવાર પ્રશંસ: એ પ્રકારનું આપવામાં આવેલું છે. પોતાનાં શુભ આચરણ અને શુભ આશય વગેરેથી અન્ય પુરૂષોના કરતાં જેઓએ વિશેષતા પ્રાપ્ત કરેલી છે તેમને શિષ્ય એવું વિશેષણ આપવામાં આવે છે. એવા શિષ્ટ પુરૂષો અન્યજનોને દ્રષ્ટાંત રૂપ થઈ પડે છે, તેવા પુરૂષોનાં આચારની પ્રશંસા કરવાથી તેવા આચાર તરફ આપણો ભાવ વિશેષ વૃદ્ધિ પામે છે અને પરિણામે આપણે તેવા પુરૂષની બરાબરી મેળવી શકીએ છીએ. તેટલા માટે દરેક ધર્માભિલાષી મનુષ્ય શિષ્ટ પુરૂષના આચાર તરફ અનુત્તર પ્રશંસા દર્શાવવી જોઇએ. પોસહ પારતાં જે ગાથા, આપણે બોલીએ છીએ તેમાં પણ એજ આશય સમાયેલો જણાય છે. પ્રાણાન્ત ઠક્ટને પણ નહિ ગણકારી સાગરચંદ, કામજી, ચંદ્રાવતંસ રાજા, સુદર્શન શેઠ, સુલતા, આનંદ અને કામદેવે પોતે અંગીકાર કરેલાં વત અખંડ રીતે પાળેલાં હોવાથી તેઓની શ્લાઘા અને પ્રશંસા આપણે