________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૭૩
બીજ ખાઇ ગયા પછી ખેડુત જેમ સદા માટે દુ:ખી થાય છે અથવા હાથીનો વધ કરનાર સિંહના પરિશ્રમનું ફળ જેમ બીજાના જ ઉપભોગમાં આવે છે, તેમ વિષયવિલાસ અને લોભ-તૃષ્ણાની ખાતર જ ધન ઉપાર્જન કરનારના ભાગ્યમાં દુઃખ અને કલેશ સિવાય બીજું કશું જ નથી. ધન ઉપાર્જન કરવાનો મુખ્ય આશય ગૃહસ્થોને એ જ હોવો જોઇએ કે-તે દ્વારા ગૃહસ્થાશ્રમ સુખપૂર્વક ચાલે અને પોતાનું ધન દીન-અનાથ આદિ પાત્રોના ઉપભોગ અને ઉપખંભમાં કામ આવે. ધર્મનાં ઇરાદાવાળું અને ધનનાં સાધન રૂપ બનેલું ધન જ ધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ કરાવી અધિક કલ્યાણના કારણભૂત બને છે.
ધન ઉપાર્જન કરીને ધર્મ કરાવો, એના કરતાં ધનનો ત્યાગ કરીને જ ધર્મ શા માટે ન કરવો ? વિષ્ટામાં હાથ નાખીને પછી ધોવો, એના કરતાં વિષ્ટામાં હાથ જ ન ઘાલવો, એ શું ખોટું ? એ પ્રશ્ન વ્યાજબી છે. શાસકારોનું પણ એ જ ફરમાન છે, પણ એ ફરમાનનું સર્વાંશે પાલન કરવા માટે જેઓ અસમર્થ છે, એવા ગૃહસ્થો માટે બીજો ઉપદેશ છે. ગૃહસ્થાશ્રમમાં રહેવું જ છે અને તેને છોડવાની વર્તમાનમાં તૈયારી નથી જ, તો જ્યાં સુધી તે ન છૂટે અને ગૃહવાસમાં રહેવું પડે, ત્યાં સુધી જ ધનાદિનું ઉપાર્જન કરવાનું થાય છે પરંતુ તે ભોગ માટે જ નહિ કિંતુ ધર્મ માટે પણ હોવું જોઇએ. ધર્મ માટે ધન ઉપાર્જન કરનારને આનુષંગિક જે ભોગ મળી જાય, તે તેને તેટલા હાનિકર થતા નથી, જેટલા હાનિકર, ધર્મની બુદ્ધિ સિવાય કેવળ ભોગોપભોગ ખાતર જ ધન ઉપાર્જન કરનારને થાય છે.
નિર્વાહ માટે ઉચિત ધન મળી ગયાં પછી અધિક ધન મેળવવાનો પ્રયાસ કરનારમાં ધર્મબુદ્ધિ રહી શકે ? એવો પણ એક પ્રશ્ન છે. તેનો ઉત્તર પણ એ જ છે કે-નિર્વાહ માટે ઉચિત ધન મળી ગયા પછી તેણે આણંદ કામદેવાદિ મહા શ્રાવકોની જેમ સંતોષવૃત્તિને તથા પરિગ્રહપરિમારા વતને અંગીકાર કરી લેવું જોઇએ. પરન્તુ એ ન લઇ શકાય ત્યાં સુધી