________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
:
૭૧
જ્યારે પુણ્યાનુબંધી પુણ્ય એ ન્યાય આચરણ આદિ શુદ્ધ સામગ્રીને પામીને જ ઉદયમાં આવે છે અને તેના ઉદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ નિ:શંકપણે ભોગવી શકાય છે તથા તેનો સત્પાત્રાદિને વિષે વિનિયોગ થઇ શકે છે. અન્યાયોપાક્તિ વિત્ત જેમ ઉભય લોકનો નાશ કરે છે, તેમ ન્યાયોપાક્તિ વિત્ત ઉભય લોકમાં સુખ કરનાર થાય છે.
આજના કાળમાં ન્યાયપાક્તિ વિત્ત કહેવું કોને ? એ એક મોટો પ્રશ્ન છે. પરન્તુ એનું સમાધના પણ શાસકારોનાં વચનનોને સ્થિર ચિત્તે વિચારવાથી યોગ્ય આત્મા અવશ્ય મેળવી શકે છે. શાસકારોનું ફરમાન છે કે"कुल क्रमागतं अनिन्द्यं विभवाद्यपे क्षया न्यायतोडनुष्ठानम् ।"
ન્યાયયુકત અનુષ્ઠાન તેને જ કહેવાય, કે જે કુળક્રમાગતા હોય, અનિન્દ હોય અને પોતાના વૈભવ આદિની અપેક્ષાએ વ્યાજબી હોય.'
(૧) કુળક્રમાગત :- પિતૃપિતામહાદિ પૂર્વ-પુરૂષની પરંપરાની આસેવના દ્વારા પોતાના કાળ સુધી આવેલું હોય.
(૨) અનિન્દ - પૂર્વપુરૂષની પરંપરાએ આવેલું પણ નિન્દનીય હોય, તે વર્જવા યોગ્ય છે.
એ જણાવવા માટે બીજું વિશેષણ છે. નિન્દનીય એટલે તથાવિધ પરલોકપ્રધાન સાધુપુરૂષોએ જેને અત્યંત અનાદરણીય તરીકે જણાવેલું હોય. જેમકે-માંસ-મદિરાદિનો વ્યવસાય.
(૩) વૈભવાદિની અપેક્ષાએ વ્યાજબી :- કુલઝમાગત અને અનિન્ય અનુષ્ઠાન પણ સ્વવિભાવાદિની અપેક્ષાએ વ્યાજબી હોવું જોવું જોઇએ. વાણિજ્યાદિ અનુષ્ઠાન એ પોતાના વૈભવના તૃતીય ભાગાદિ વડે જ હોવું જોઇએ અને શુદ્ધ તોલાં, માપાં અને કલાદિના પ્રયોગથી યુકત હોવું જોઇએ. રાજસેવાદિ અનુષ્ઠાન પણ સેવનીય વર્ગના ચિત્તની આરાધનાદિ વડે સંતોષ ઉત્પન્ન કરનાર અવસરોચિત આરાધના રૂપ હોવું જોઇએ. કૃધ્યાદિ અનુષ્ઠાન પણ અતિ કઠોર કર્મ આદિથી વિવક્તિ હોવું જોઇએ.