________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
છે ? ઉમરલાયકને પણ કન્યા કોણ આપે છે ? ગમે તેવા હુંશિયારની સાથે પણ સંબંધ કોણ બાંધે છે ? ગમે તેવા ચાલાકનો પણ વિશ્વાસ કોણ રાખે છે ? ગમે તેવા રૂપાળાને પણ પાસે કોણ બેસવા દે છે ? લોક-લોકોત્તર સર્વ ક્ષેત્રમાં યોગ્યતાનું સામ્રાજ્ય છવાયેલું છે. યોગ્યતાના પ્રમાણમાં જ અથવા યોગ્યતા પ્રમાણે જ વસ્તુની પ્રાપ્તિ થાય છે. શુભકર્મ એ પણ આત્માની એક પ્રકારની યોગ્યતા છે. એ યોગ્યતા ન્યાયાચરણથી જ સંભવિત છે. અન્યાયાચરણથી યોગ્યતા નાશ પામે છે. જો અન્યાયાચરણથી પણ કવચિત્ અર્થાદિની પ્રાપ્તિ દેખાતી હોય, તો તે વિષમિશ્રિત અન્ન જેવી કે ઝેર ભેળવેલા પક્વાન જેવી છે. પરિણામે અધિક નાશને માટે જ તે આવેલી હોય છે. અથ્યાદિ શલ્યોહિત ભૂમિ ઉપર બાંધેલું ઘર જેમ અધિકકાળ ટકી શકતું નથી, તેમ અન્યાયપાક્તિ વિત્ત પણ દીર્ધકાળ ટકી શરતું નથી અને પૂર્વના પ્રબળ પુણ્યવશાત્ કદાચ ટકે, તો પણ પરિણામે દારૂણ. વિપાક આપ્યા સિવાય રહેતું નથી.
કેટલાકોને એ સંશય થાય છે કે-ન્યાય એ જ જો અર્થપ્રાપ્તિનો રહસ્યભૂત ઉપાય છે, તો પછી કેટલીક વખત અન્યાય આચરણ કરનારને પણ અધિક ધનની પ્રાપ્તિ થાય છે, તેનું શું ? તેનું સમાધાન એ છે કે-જ્યાં અન્યાય આચરણથી પણ ધનની પ્રાપ્તિ દેખાતી હોય, ત્યાં પાપાનુબધી પુણ્યનો ઉદય સમજવો જોઇએ. પુણ્ય બે જાતિનાં છે. (૧) પુણ્યાનુબલ્પિ અને (૨) પાપાનુબધિ. તેમાં પાપાનુબલ્પિ પુણ્યનો સ્વભાવ જ એવો છે કે-તે તેવા પ્રકારની અન્યાય આચરણ આદિ અશુદ્ધ સામગ્રી મેળવીને જ ઉદયમાં આવે છે. પરન્તુ તે અન્યાય આચરણ આદિ અશુદ્ધ સામગ્રીના આસેવનથી ઉપાર્જન થયેલ અશુદ્ધ કર્મ આગામી કાળે તેને અવશ્ય કર્ક વિપાકને આપે છે, કારણકે-તીવ રસથી બંધાયેલું કોઇ પણ કર્મ તેનું ફળ ચખાડ્યા સિવાય નાશ પામતું જ નથી. સર્વ શાસકારોનો એ સિદ્ધાંત છે કે- “કરેલું શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે. ક્રોડો કહ્યું પણ તેનો ભોગવ્યા સિવાય નાશ થઈ શકતો નથી.'