________________
છે. તેમાં સમકની
-દ્રમાં સર્વગ આદિ અલ્પ
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૬૯ ત્યાં કેમ જતા નથી? તેમ લક્ષ્મી પણ પુણ્યવાનને ત્યાં જ જાય, નિપુણ્યકને ત્યાં નહિ જ, એ નિયમ છે.
અન્યાયાચરણમાં રકત રહેનારના શુભ કર્મનો નાશ થાય છે અને ન્યાયાચરણમાં તત્પર મહાપુરૂષને શુભકર્મની વૃદ્ધિ થાય છે. શુભકર્મની વૃદ્ધિ થયા બાદ વસ્તુ મેળવવાને ઇચ્છા કરવાની પણ જરૂર રહેતી નથી. ઇચ્છા કર્યા વિના જ વસ્તુ તેની સામે આવે છે. સમુદ્ર કદી ઇચ્છે છે કે બધું પાણી મારામાં આવીને ભળો ? છતાં બધું પાણી સમુદ્રમાં જ જઇને ભળે છે. તેમાં સમુદ્રની પાત્રતા સિવાય બીજું શું કારણ છે ? સમુદ્ર રૂપી પાત્ર જ એટલું વિશાળ છે કે-તેમાં સર્વ જળાશયોમાં પાણી પણ સહેલાઇથી સમાઇ શકે છે. તેની અપેક્ષાએ નદી, તડાગ આદિ અલ્પપાત્રો છે. તેમાં નવું પાણી સમાવેશ થવાની યોગ્યતા જ કયાં છે ? જગતની સઘળી સંપત્તિ રૂપી નદીઓ પણ શુભ કર્મવાળા પાત્રપુરૂષને વિવશ થઇને વર્તે છે. અલ્પ પાત્ર કે અપાત્ર સમાન અલા પુણ્યવાન કે અપુણ્યવાન જીવોને લક્ષ્મીને પોતાની તરફ આકર્ષવાની યોગ્યતા જ કયાં છે ? અને યોગ્યતા વિના કરેલી ઇચ્છા કે ફોરવેલો પુરૂષાર્થ સ્વપરને કલેશ સિવાય બીજું ફળ પણ શું આપી શકે ? જે ગાય દૂધ જ નથી આપતી, તે ગાયને ઘંટાઓ બાંધવાથી કોઇ થોડુંકજ તેને ખરીદે છે ? તેમ જે આત્મામાં શુભકર્મ રૂપી યોગ્યતા જ નથી, તે આત્મા મોટી મોટી ઇચ્છાઓ કે પ્રબળમાં પ્રબળ પુરૂષાર્થો કરે, તેથી તેની ઇચ્છા શું પૂર્ણ થવાની છે કે પુરૂષાર્થ સફળ થવાનો છે ? કદી જ નહિ. નિપુણમતિવાળા મહાપુરૂષોએ સ્વઅભિલષિતની સિદ્ધિ માટે પાત્ર બનવાને પ્રયત્ન કરવો, એ જ એક રહસ્યભૂત અને શ્રેયસ્કર મર્ગ ફરમાવેલો છે.
લોકમાં પણ લાયકાતની પરીક્ષા પહેલી કરવામાં આવે છે અને પછી અધિકારીપદે સ્થાપન કરવામાં આવે છે. પ્રમાણપત્ર (Sertificate) વિનાના વિદ્યાર્થિને નિશાળમાં કોણ દાખલ કરે છે ? ઉમેદવારને નોકરી કોણ રાખે છે ? વહેપારીને બજારમાં નાણાં કોણ ધીરે