________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નથી.'
એ ઉપરથી ધનની જો જરૂર જ છે, તો પછી તેને અન્યાય-માર્ગે પણ કેમ ઇચ્છવું નહિ ? એ સવાલ ઉભો થાય છે. જ્યાં સુધી ન્યાયના માર્ગે તે મળી શકતું હોય ત્યાં સુધી અન્યાયના માર્ગે તેને ન જ ઇચ્છવું એ બરોબર છે, પણ જ્યારે ન્યાયના માર્ગે તેની પ્રાપ્તિ અશકયવત્ જણાય, તો પછી અન્યાય-માર્ગે તેને મેળવવામાં હાનિ શી ? નહિ મેળવવામાં અનેક પ્રકારની હાનિ છે, એ ઉપર સ્પષ્ટ કરી ગયા છીએ. ધનના અભાવે ગૃહસ્થનું કોઇ પણ શુભ કાર્ય સિદ્ધિ થઇ શકતું જ નથી, તો પછી તેને અન્યાય માર્ગ પણ મેળવવાની અનુમતિ શાસ્ત્રકારો કેમ આપતા નથી ? એ પ્રશ્નનો ઉત્તર નીચેના એક જ વાકયમાં આચાર્યભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ તરફથી મળી રહે છે. - "न्याय एव हि अर्थाप्त्युपनिषत् परेति समयविद: ।"
શાસ્ત્રજ્ઞોએ અર્થની પ્રાપ્તિનો રહસ્યભૂત અને સર્વોત્કૃષ્ટ ઉપાય ન્યાયને જ ફરમાવેલો છે. (કિન્તુ અન્યાયને નહિ જ.)''
પૂર્વોકત એક જ વાકયમાં અર્થપ્રાપ્તિનું સઘળું રહસ્ય મહાપુરૂષે સમજાવ્યું છે અને ટીકાકારમહષિએ સાથે જ ફરમાવ્યું છે કે-અર્થપ્રાપ્તિનું આ રહસ્ય સ્થૂલ મતિવાળાઓથી સ્વયે પણ સમજાય તેવું નથી. યોગ્યાયોગ્યનો વિભાગ કરવામાં અકુશળ એવા પુરૂષો વડે અર્થપ્રાપ્તિનું આ રહસ્ય સમજાવું અશકય છે. એ સમજાય કે ન સમજાય, પણ શાસવેદિઓની દ્રષ્ટિએ તો અર્થપ્રાપ્તિનો ઉપાય ન્યાયને છોડીને બીજો એક પણ નથી, એ સિદ્ધાંત છે.
એનું કારણ એ છે કે-અર્થપ્રાપ્તિમાં પ્રતિબંધક કોઇ પણ વસ્તુ હોય તો જન્માંતરમાં ઉપાર્જન કરેલું લાભાંતરાય કર્મ છે. અન્યના લાભમાં ઉપઘાત કરવા લારામે તે કર્મ બંધાયેલું હોય છે. તે કર્મનો નાશ કરવા માટે આ જન્મમાં અન્યના લાભમાં ઉપઘાત કરવાની પ્રવૃત્તિથી અટકવું જ જોઈએ. તો જ તે પૂર્વનું કર્મ નાશ થઇ શકે છે. અધિક ખાવાથી થયેલ,