________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નિર્ધન, ધનવાન સર્વ કોઇને એકસરખી છે. ધર્મ, અર્થ અને કામની પૃથક પૃથક્ વ્યાખ્યા કરતાં એક જગ્યાએ ફરમાવ્યું છે કે
“યત: સર્વ પ્રયોજન રિદ્ધિઃ સર્વે: " જેનાથી સર્વ પ્રયોજન સિદ્ધિ થાય તે અર્થ છે.”
જેનાથી અભ્યદય (પૌગલિક આબાદી) અને નિઃશ્રેયસ (આત્મિક કલ્યાણ)ની સિદ્ધિ થાય તે ધર્મ છે, જેનાથી સર્વ ઇન્દ્રિયોને આભિમાનિક (કાલ્પનિક) સુખની પ્રાપ્તિ થાય તે કામ છે. એ રીતે અર્થ, ધર્મ અને કામ, એ ત્રણેની પૃથક પૃથક વ્યાખ્યાઓ ઉપરથી પણ અર્થની જરૂરીઆત ગૃહસ્થોને ઓછી સિદ્ધ થતી નથી. અર્થના અભાવમાં ગૃહસ્થનો નિર્વાહ જ ચાલવો અશકય બને છે અને નિર્વાહનો ઉચ્છેદ થવાની સાથે જ ધર્મના પરમ હેતુભૂત ચિત્તની સમાધિનો પણ નાશ થાય છે. કહ્યું છે કે
“વિત્તીવોછેર્યામિ ૨ મિળિો,
સીયંતિ સC વિરિયા3મો | निरवेक्खस्स उ नुत्तो,
સંપૂuળો સંગમો વેવ IIT” વૃત્તિના વિચ્છેદમાં ગૃહસ્થોની સર્વ ક્રિયાઓ સિદાય છે. વૃત્તિથી નિરપેક્ષ બનેલા આત્મા માટે તો સંપૂર્ણ સંયમ એ જ શ્રેયસ્કર છે.'
જો ઘરમાં રહેલો ગૃહસ્થ વૃત્તિ-નિર્વાહ માટે કોઇ પણ અનુષ્ઠાન ન જ કરે, તો તેની સર્વ શુભ કિયાઓ થોડા જ કાળમાં અટકી જાય છે અને શુભ ક્રિયાઓ અટકતાંની સાથે જ અધર્મની પ્રાપ્તિ થાય છે. * ગૃહસ્થના સર્વ પ્રયોજનની સિદ્ધિ જ્યારે અર્થથી જ થાય છે, ત્યારે તે અર્થની પ્રાપ્તિનો માર્ગ પણ વિચારવો આવશ્યક બને છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા એક સ્થલે ફરમાવે
"नह्यन्याये न जयं यशो धनं वा महात्मान: समोहन्ते ।"
. “મહાત્મા પુરૂષો જય, યશ કે ધનને અન્યાયમાર્ગે કદી ઇચ્છતા