________________
૬૫.
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ યોગ્ય છે, કેમકે-એની આગળ પ્રાપ્તિ નથી. શાસ્ત્રનો ઉપદેશ અપ્રાપ્ત અર્થ (સમ્યગુ-દર્શનાદિ) ની પ્રાપ્તિ માટે છે. બીજું બધું અનુવાદાદિરૂપ
વિધાન અને અનુવાદ :
ગૃહસ્થ અમુક સમય, ધર્મનો નિર્વાહ કરતો થકો, અર્થની ચિંતા કરે.' આ શબદો શાસના છે. આમાં ધર્મનું વિધાન છે. અર્થનું વિધાન નથી. અર્થ તો અનુવાદ છે. આ ત્યાગી મહાપુરૂષે આમાં અર્થનું વિધાન કહ્યું નથી. જેમ કે-માર્ગાનુસારીનો પહેલો ગુણ “ન્યાયસંપન્નવિભવ:'
ત્યાગી પણ એમ ઉપદેશ આપી શકે કે-મેળવર્વા હોય તો ન્યાયપૂર્વક અર્થને મેળવવો જોઇએ. એમાં અર્થ એ વિધાન નથી. અર્થ એ અનુવાદિત ને ન્યાય એ વિહિત. અર્થ મેળવતા હો તો ન્યાયને ન ચૂકો. ન્યાયને ઓળખતાં શીખો. બાર મહીનાનું એક વરસ એમ બોલવું, એ અનુવાદ છે. ગૃહસ્થો આમ માને છે માટે એમ લખવું કે બોલવું, એ અનુવાદ છે. વિધાન નથી. ધનોપાર્જનની ચિંતા તો લોકમાં સ્વતઃ સિદ્ધ છે. ધર્મગુરૂઓ મોજુદ ન હોય તો તમારી પેઢીઓ, હોટલ, નાટક, ચેટક, સીનેમા, એ બધું એટકે કે ચાલુ રહે ? વધે કે જાય ? ધર્મગુરૂના અભાવે બંધ શું થાય ? કહોને કે-સામાયિક, પૂજા વિગેરે બંધ થાય. ન્યાયોપાર્જિત વિત્ત :
સંસારમાં રહેલા આત્માઓને જય, યશ અને ધનની કામના વધતાઓછા પ્રમાણમાં અવશ્ય રહેલી છે. તેમાં પણ જય અને યશ વિના હજુ ચલાવી શકાય છે, પણ ધન વિના એક દિન પણ સંસારીઓથી ચલાવી શકાતું નથી. સંસારીઓને ધનની જરૂર ડગલે ને પગલે રહેલી છે, તેથી જય અને યશની કામના કરતાં પણ ધનની કામના સહજ રીતે અધિક હોય એમાં લેશ માત્ર આશ્ચર્ય નથી. ધનની કામના જેટલી વ્યાપક છે, તેટલી જય અને યશથી નથી જ. બળવાનને જયની કાંક્ષા છે, બળવાન અને ધનવાનને યશની કાંક્ષા છે, પરન્તુ ધનની કાંક્ષા તો નિર્બળ, બળવાન,