________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૬૩ કરે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય અને અંતરાય કર્મોની ત્રીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જે બાંધેલી હોય છે તેને અકામ નિર્જરા વડે ઓગણત્રીશ કોટાકોટી સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી અધિક સ્થિતિ ખપાવે તથા નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમની જ બંધાયેલી હોય છે તેમાંથી ઓગણીશ કોટાકોટી સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી અધિક સ્થિતિ ખપાવે. આ રીતે સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ખપાવી દરેકની એક કોટાકોટી સાગરોપમથી કાંઇક ન્યૂન સ્થિતિ સત્તા પ્રાપ્ત થાય ત્યારે તે જીવો ગ્રંથીદેશે આવેલા કહેવાય છે.
ધર્મ બે પ્રકારનો શાસ્ત્રમાં કહેલો છે. (૧) યતિધર્મ અને (૨) શ્રાદ્વધર્મ.
યતિધર્મ શ્રેષ્ઠ છે અને શ્રાદ્ધધર્મ તેથી ઉતરતા દરજ્જાનો છે. માગનુસારપણું પ્રાપ્ત કરવાથી આપણે શ્રાદ્ધધર્મ અથવા ગૃહસ્થધર્મ પામી શકીએ છીએ, જ્યારે યતિધર્મ તે માર્ગમાં આગળ વધવાથી સુપ્રાપ્ય થાય છે અને પરિણામે ઇષ્ટ ફળની સિદ્ધિ થઇ શકે છે. એ માર્ગાનુસારનું શું લક્ષણ છે તે જાણવાની આવશ્યકતા છે તેનું જો જ્ઞાન થાય તો તે રસ્તે આપણું વર્તન વાળી શકીએ. કલિકાલસર્વજ્ઞ બીરૂદધારક શ્રીમાનું હેમચંદ્રાચાર્ય પોતાના સુપ્રસિદ્ધ યોગશાસ્ત્ર નામક ગ્રંથના પ્રથમ પ્રકાશને અંતે ગૃહસ્વધર્મની યોગ્યતા અથવા અધિકારીપણા માટે નીચે મુજબ કહે છે :
न्यायसंपन्नविभव: सिष्टाचारप्रशंसक: । कुलशीलसमे: सार्ध, कृतोदाहो डन्यगोत्रजैः ।।
पापभीरु: प्रसिद्धं-च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषत: ।। .. अनतिव्यक्तगुप्ते च, स्थाने सुभातिवेश्मिके |
अनेकनिर्ममदाराविवर्जितानिकेतन: ।।