________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૬૧
દેશમાં ઉત્પન્ન થયેલો આત્મા, આવો શ્રદ્ધાળુ બનવા દ્વારા, જન બની શકે છે. સાચી સાધનાના અર્થી એવા દરેક આત્માને માટે શ્રી જૈનશાસન છે. વસ્તુ માત્રનો તેના યથાર્થ સ્વરૂપમાં સ્વીકાર કરવો, એનું નામ જૈનત્વની પ્રાપ્તિ છે. આ જૈનત્વની પ્રાપ્તિ જે કોઇપણ આત્માને થાય છે, તેને એમ જ લાગે છે કે- “શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વરદેવોએ જીવ આદિ તત્ત્વોનું જે પ્રકારનું સ્વરૂપ દર્શાવ્યું છે, તેજ વાસ્તવિક છે.' આવા શ્રી જિનેશ્વરદેવો આજ સુધીમાં અનન્તા થઇ ગયા છે, વર્તમાનમાં લેત્રાન્તરે વીસ વિહરમાન છે અને ભવિષ્યમાં અનન્તા થવાના છે. આ રીતિએ શ્રી જનશાસન અનન્તા આત્માઓ દ્વારા પ્રકાશિત થતું હોવા છતાંય, તેની પરસ્પર અવિરૂકતા અખંડિત રીતિએ જળવાઇ રહે છે : કારણ કે-એ સર્વ તારકોનું તથાવિધ અનન્તજ્ઞાનાદિ ગુણોનું સામ્ય હોય છે. પ્રવાહની અપેક્ષાએ આ શાસન અનાદિ પણ છે અને વ્યકિતની અપેક્ષાએ આ શાસનને આદિવાનું પણ માની શકાય છે. વાસ્તવિક રીતિએ શરણભૂત શાસન :
આ જાતિનો આદિ-અનાદિનો વિવેક કરાવનાર સિદ્ધાન્ત “સ્વાદુવાદ' તરીકે ઓળખાય છે. કોઈપણ વસ્તુના કોઇ પણ ધર્મના અપલાપથી બચવું હોય અને સર્વ વસ્તુઓના સર્વ ધર્મોનો સ્વીકાર કરી મિથ્યાવાદને તજવો હોય, તો આ અનેકાન્ત સિદ્ધાન્તને સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. એકાન્તવાદ એ આપેક્ષિક સત્ય હોવા છતાંય, વસ્તુના સ્વીકૃત ધર્મના આગ્રહથી તે જ વસ્તુના અસ્વીકૃત ધર્મોનો અપલાપ કરનાર હોઇને, મિથ્યાવાદ જ ઠરે છે. શ્રી જૈનશાસન વિવલાથી ગૌણમૂખ્ય આદિ રીતિએ વસ્તુના ધર્મને અવશ્ય વર્ણવે છે, પરન્તુ સ્યાદ્વાદિનું પ્રત્યેક કથન સાપેક્ષ હોઇને વસ્તુના કોઇ જ ધર્મનો તેમાં અપલાપ થતો નથી. આથી જ આ વિશ્વમાં જો કોઇ યથાર્થવાદી હોય, તો તે તેજ છે, કે જે શુદ્ધ સ્યાદ્વાદના સિદ્ધાન્તને સ્વીકારનારો છે. આ જ કારણ છે કે શ્રી જગદર્શનનું સઘળું જ વર્ણન વિશિષ્ટ, સ્વતંત્ર અને સંપૂર્ણપણે યથાર્થવાદી છે.