________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૫૯ હોતું નથી એટલે મૃત્યુનો સંભવ નથી અને એ સ્થિતિ દુઃખરહિત તથા સંપૂર્ણ સુખમય હોય છે : કારણ કે-દુ:ખના કારણનો સર્વથા અભાવ હોવા સાથે, આત્મા સંપૂર્ણ સ્વભાવસ્થતાને પામ્યો હોય છે. સાધનાદર્શક સંબંધી નિશ્ચયની જરૂર :
આ જાતિની સાધના એજ ઇષ્ટપ્રાપક સાધના છે, પણ આવી સાધના કરવાને માટે વિશિષ્ટ આલંબનની આવશ્યકતા છે. ધન આદિની સાધનાનો નિષેધ કરવા છતાં પણ, એવા અનેક સાધનાદર્શકો પૂર્વકાલમાં થઇ ગયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થવાના છે, કે જેઓ ચેતન, જડ અને ચેતન-જડનો સંયોગ-એ વિષે યથાર્થ જ્ઞાનને ધરનારા ન હોય. આવાઓએ દર્શાવેલી સાધના ચેતનને જડ કર્મના સંયોગથી સર્વથા મુકત બનાવી, દુઃખરહિત અને સંપૂર્ણ એવા શાશ્વત સુખનો ભોકતા બનાવવામાં નિષ્ફળ નિવડે, એ સ્વાભાવિક છે. આ કારણે, પોતાના આત્માને કર્મના સંયોગથી સર્વથા મુકત બનાવવાની સાધનામાં લયલીન બનાવવાને ઇચ્છનારા પ્રાણિઓએ, સૌથી પહેલાં સાધનાદર્શકના સ્વરૂપ વિષે નિશ્ચિત થવું જોઇએ. એમ નહિ કરનારા આત્માઓ, યથાર્થ સાધનાથી વંચિત રહી જાય છે અને અયથાર્થ સાધનાથી અનેકવિધ કષ્ટો સહવા છતાં પણ, કષ્ટમય સંસારપરિભ્રમણની સ્થિતિને નાબૂદ કરનારા નિવડવાને બદલે, તેને વધારનારા જ નિવડે છે. સાધનાના મૂળભૂત દર્શકોનું સ્વરૂપ અને તેઓ દ્વારાસ્થાપિત શાસન : - યથાર્થ સાધનાના મૂળભૂત દર્શક તેઓ જ હોઇ શકે, કે જેઓ અસત્યવાદનાં સઘળાં જ કારણોથી પર બન્યા હોય. રાગ, દ્વેષ અને મોહ આદિ એવા દુર્ગુણો છે, કે જે ઇરાદાપૂર્વકના અસત્યમાં કારણભૂત બને અને અજ્ઞાનના યોગે અસત્ય બોલવાનો ઇરાદો ન હોય તોય અસત્ય બોલાય એ સંભવિત છે. રાગાદિ દુર્ગુણો અને અજ્ઞાનના એક લેશથી પણ રહિત હોવાના કારણે, શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમ પુરૂષો