________________
૫૮
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
યથાર્થ સાધના :
“ધનાદિની સાધના બાધક છે.' –એવો નિર્ણય કર્યા બાદ, કયી સાધના સાધક છે ? –એનો નિર્ણય પણ કરવો રહ્યો. દુઃખરહિત, સંપૂર્ણ અને શાશ્વત સુખમય દશા પામવાને માટે, એવા મૃત્યુને મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ, કે જે મૃત્યુ પાછળ જન્મ ન હોય. જ્યાં જન્મ છે, ત્યાં દુઃખનો સર્વથા અભાવ અને સુખનો એકાન્ત સદ્દભાવ શકય નથી. આથી જન્મના કારણનો વિયોગ સાધવો જોઇએ. જે જન્મના કારણથી પર છે, તે દુઃખના કારણથી પર છે. ભિન્ન ભિન્ન ગતિઓમાં, ભિન્ન ભિન્ન યોનિઓ આદિ દ્વારા ભિન્ન ભિન્ન સામગ્રી સાથે થતો જન્મ, આત્માના ભૂતકાલીન અને ભવિષ્યકાલીન જીવનનો સૂચક છે. આત્મા જ એક ગતિમાંથી અન્ય ગતિમાં અને એક સ્થાનમાંથી અન્ય સ્થાનમાં પરિભ્રમણ કરે છે. વસ્તુતઃ આમા જન્મને કે મૃત્યુને પામતો નથી. એ તો હતો, છે અને રહેવાનો છે. મૃત્યુ, એ તો આત્માનું ગત્યન્તર કિંવા સ્થાનાન્તરનુ સૂચક છે. અનન્તકાલથી આપણો આત્મા આ રીતિએ ભિન્ન ભિન્ન ગતિઓમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એ પરિભ્રમણનું કારણ જડ કર્મનો સંયોગ છે. જે મૃત્યુની સાથે આત્મા જs કર્મના સંયોગથી સર્વથા મુકત બની શકે છે, તે જ મૃત્યુ ભાવિ જન્મથી સંકળાયેલું હોતું નથી. એક વાર જs કર્મના સંયોગથી આત્મા સર્વથા મુકત બની જાય, પછી એને પુન:સંયોગ થતો જ નથી અને એથી પુનઃ જન્મ પણ થતો નથી. આ જ કારણ છે કે-આ સંસારમાં જો કોઇ પણ. યથાર્થ સાધના હોય, તો તે એક જ છે અને તે આત્માને જs કર્મના સંયોગથી મુકત બનાવનારી સાધના. આ સાધનામાં લયલીન બનનારા આત્માઓ, ક્રમશઃ પોતાના આત્માને જs કર્મના અલ્પ અલ્પ સંયોગવાળો બનાવતા જાય છે, અલ્પ પણ સંયોગને તેના વિયોગસાધક બનવામાં સહાયક બનાવી દે છે અને અન્ત ઉત્કટ સાધનાના પ્રતાપે એવા મૃત્યુને પામે છે, કે જે મૃત્યુની સાથે જ આત્મા જs કર્મના સંયોગથી સર્વથા મુકત બની જાય છે. આત્માની એ શાશ્વત સ્થિતિ હોય છે : કારણ કે-જન્મનું કારણ