________________
૬૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આથી જ અમે કહીએ છીએ કે- “સાચી સાધનાના અર્થી માટે શ્રી નશાસન એજ એક વાસ્તવિક રીતિએ શરણભૂત છે.' ચેતન કે જડ ઉદભવ કે વિનાશ પામે નહિ :
અનન્તજ્ઞાનના સ્વામી શ્રી ક્લેિશ્વરદેવો ફરમાવી ગયા છે કે- આ જગત અનાદિ અનન્ત છે. એનો કોઇ સ્ત્રષ્ટા, સંરક્ષક કે સંહારક નથી. જગત હતું, છે અને હશે. જે છે તેનો કોઇ કાળે મૂળમાંથી નાશ નથી અને જે નથી તેની કોઇ કાલે ઉત્પત્તિ નથી. જે કાંઇ ઉદ્દભવ અને વિલય દેખાય છે, તે તેનો અમૂક રૂપે ઉદ્દભવ કિવા વિલય છે, પણ મૂલ રૂપે તો વિશ્વમાં એક પણ વસ્તુ નવીન ઉદ્ભવતી નથી કે નાશ પામતી નથી. વસ્તુ રૂપે વિશ્વ સ્થાયી પણ છે અને અવસ્થા રૂપે પરિવર્તન પામનારૂં પણ છે. વિશ્વમાં ચેતન અને જડ-એમ બે પ્રકારની જ વસ્તુઓ વિદ્યમાન હતી, છે અને રહેવાની છે. અનન્તાનન્ત આત્માઓ અને અનન્તાનન્ત પુદ્ગલોનું ધામ, એનું જ નામ જગત છે. ચેતન સાથે જડ કર્મોનો અનાદિકાલીન સંયોગ હોવાથી, ચેતનની ભિન્ન ભિન્ન પ્રકારે ઉત્પત્તિ અને વિનાશમયતા જણાય છે. વસ્તુતઃ ચેતન ઉદુભવને કે વિલયને પામતો નથી, પણ એનાં અવસ્થાન્તરોને જ જન્મ-મરણ આદિ તરીકે ઓળખાવાય છે. પુદ્ગલો પણ ભિન્ન ભિન્ન અવસ્થાને પામે છે, છતાં તેનો મૂળથી નાશ કદિ જ થતો નથી. માનો કેકોઇ ઘર ભાંગ્યું. એથી ઘરનો વિનાશ થયો, પુદ્ગલોના એ પ્રકારના સમૂહનો નાશ થયો, પણ પુદ્ગલોનું અસ્તિત્વ તો નષ્ટ થયું નથી જ. એ જ રીતિએ જs કર્મના યોગથી મુકત બનનારો આત્મા, શાશ્વતકાલીન સુખમય અવસ્થાને પામે છે, સંસારના જન્મ-મરણાદિમય પરિભ્રમણને કરતો નથી, છતાં તેનું અસ્તિત્વ તો બન્યું જ રહે છે.
- આ જીવોને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટી સાગરોપમની જે કહેલી છે તે સ્થિતિને અકામ નિર્જરા વડે ખપાવીને અગોસીત્તેર કોટાકોટી સાગરોપમ અને તેનાથી કાંઇક અધિક એટલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી અધિક સ્થિતિ ખપાવે એટલે ક્ષય