________________
SO
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
જ યથાર્થસાધનાના મૂળભૂત દર્શકો હોઇ શકે છે. એ તારકોએ પોતાના આત્માના અનન્ત જ્ઞાનગુણને પણ પ્રગટાવ્યો હોય છે અને એથી એ તારકો અનન્ત ભૂતકાલનું, વર્તમાન કાલનું અને અનન્ત ભવિષ્યકાલનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય છે. ચેતન અને જડ, પ્રત્યેક પદાર્થનું તેના પ્રત્યેક પરિવર્તન અને તે પરિવર્તનના કારણ આદિનું સર્વતોગામી જ્ઞાન તે તારકોને હોય છે. શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા એ આત્માઓ પણ, એક કાલે તો સંસારના મુસાફરો જ હોય છે. પૂર્વે તો એ તારકોએ પણ અનન્ત કાલ પર્યન્ત આ સંસારમાં પરિભ્રમણ કર્યું હોય છે. એવા આત્માઓમાં એક વિશિષ્ટ કોટિની અનાદિકાલીન યોગ્યતા હોય છે, કે જે જરૂરી સામગ્રીના યોગે ભાસમાન થાય છે. એ યોગ્યતા, એ તારકોને સાચી સાધનાના માર્ગની પ્રાપ્તિ થાય એ પૂર્વે પણ, અનેક રીતિએ ઉત્તમજીવી બનાવે છે. ક્રમશઃ તેઓ પોતાની યોગ્યતાના બળે સાચી સાધનાના માર્ગમાં સુવિશ્વસ બને છે. એમ સાચી સાધનાના માર્ગમાં સુવિશ્વસ્ત બનેલા તે તારકો પરમ આરાધક બનવા સાથે, પરોપકારની સર્વશ્રેષ્ઠ ભાવનાથી અતિશય ઓતપ્રોત થઇ જાય છે. સારાય વિશ્વના, દુઃખથી રીબાતા અને સુખ માટે તલસતા જીવોને, સાચી સાધનાનો વાસ્તવિક માર્ગ પમાડવા દ્વારા, દુઃખમુકત અને સુખભા બનાવવાની એ ભાવના હોય છે. એ જાતિની ઉત્કટ ભાવનામાં રમતા તેઓ, એવું અજોડ અને અનુપમ પુણ્યકર્મ ઉપાર્જ છે, કે જેના પ્રતાપે એ તારકો શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનતાની સાથે જ નિવૃત્તિમાર્ગના પ્રતિપાદક, સર્વ પદાર્થોના પ્રરૂપક અને ઉન્માર્ગના ઉચ્છેદક એવા શાસનના
સ્થાપક બને છે. એ શાસનને જ શ્રી જૈનશાસન કહેવાય છે. જગતના સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ રૂપમાં બતાવવું, સાચી સાધનાના યથાર્થ માર્ગનું પ્રતિપાદન કરવું અને એથી વિપરીત માર્ગોની અકલ્યાણકરતા દર્શાવવી, એજ શ્રી જૈનશાસનનું કાર્ય છે. આવા શાસન પ્રત્યે પણ શ્રદ્ધાળુ તેઓ જ બની શકે છે, કે જેઓનું ભાવિના જન્મથી અલિપ્ત એવું મૃત્યુ નિકટમાં હોય છે. આવા આત્માઓ જ જન છે. કોઇ પણ જાતિ અને કોઇ પણ કુળ કે