________________
૪૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રમાણભૂત) છે, એવા પ્રકારની પુરૂષોની જે બુદ્ધિ તેને લોકો વૈયિક બુદ્ધિ મધ્યસ્થ બુદ્ધિ કહે છે (અર્થાત્ તે વૈનાયિ મિથ્યાત્વ કર્યું છે.) ચર્મકારનું મંડળ (અંશો વડે જેમ ભોજન પામે) ચર્મના-ચામડાના લવો-અંશો વડે જેમ ભોજ્ય ન પામે (સારા ભોજનને પામી શકે નહિ) તેમ કુહેતુ અને કુદ્રષ્ટાંતોવર્ડ (આગ્રહથી ઉત્પન્ન થયેલ કુતર્કો વડે) ભરેલો-વ્યક્ત થયેલો જીવ તત્ત્વ પામતો નથી, તે પૂર્વવ્યુચ્છાદ મિથ્યાત્વ કહેવાય) વર (તાવ)વાળા જીવને જેમ કડવો રસ પણ મધુર લાગે છે, તે દોષ વ્યાપ્ત મનવાળો અને તેથી વિપરીત શ્રદ્ધાવાળો થયેલો જીવ અસત્યને પણ સત્ય માને છે (તે વિપરિતાપ મિથ્યા કહેવાય) જેમ જન્મથી અંધ થયેલ પુરૂષ મનોજ્ઞ કે અમનોજ્ઞ રૂપને સર્વથા દેખી શકતો નથી, તેમ સ્વભાવથીજ મિથ્યાદ્રષ્ટિ એવો દીન (પામર) જીવ તત્ત્વ કે અતત્ત્વને જાણી શકતો નથી (ત નિમિથ્યાત્વ કહેવાય).
યુક્તાયુકતની બેંચણ રહિત (આ યોગ્ય કે અયોગ્ય છે એમ નહિ જાણનારો) એવો મુઢદ્રષ્ટિવાળો જીવ (મુંઝવણવાળો જીવ) રાગીને દેવ કહે છે, પરિગ્રહીને સાધુ કહે છે, અને પ્રાણિહિસાને ધર્મ કહે છે (તે સંમોદ મિથ્યા કહેવાય) શ્રી જીનેશ્વરોએ પ્રરૂપેલા પદાર્થોની અશ્રદ્ધારૂપ લક્ષણવાળા એ એકાત્તિક આદિ ભેદ વડે મિથ્યાત્વના ૭ ભેદ કહ્યા. જેમ ધાતુક્ષયના (ક્ષયના) રોગીને જે અન્ન ઉપર રૂચિભાવ (ન હોય) તેમ એ જીવોને જીનેન્દ્ર ધર્મને વિષે ધર્મરૂચિ (આજ ધર્મ છે એવી ખાત્રી) હોતી નથી તેવી રીતે મિથ્યાદ્રષ્ટિપણાથી જીનેશ્વરના ધર્મને વિષે એવા જીવોને ધર્મ પ્રત્યે રૂચી થતી નથી. પાંચ રંગો વડે ભાવિત કર્યા છતાં (એટલે રંગ્યા છતાં) પણ નીલી (ગળીનો રંગ અથવા ગળીના રંગવાળું વસ્ત્ર) નિશ્ચયે. પોતાની કૃાતા (કાળાશ) છોડતી નથી તેમ દ્રવ્ય પરિકર્મણાઓ વડે (તથાવિધ દ્રવ્યાદિ સામગ્રીઓ પ્રાપ્ત થવા છતાં પણ) અભવ્ય જીવોનું મિથ્યાત્વ છૂટી શકતું નથી. જેમ ઉપધાતુ (ત્રાંબા અને લોહ સિવાયની ધાતુ) પારસમણિના સ્પર્શવડે પણ સુવર્ણપણું પામતી નથી તેમ યોગ્યતા