________________
પ૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ નિર્ગુણી હોય, જિનવાણીનો ઉત્થાપક હોય, પોતાનો મનઃકલ્પિત ઉપદેશ દે, સૂત્રના સાચા અર્થને તોડે, એવા લિંગધારી ઉત્સત્રના પ્રરૂપકને ગુરૂ જાણી માન સન્માન કરે તથા જે સાધુગુણી, તપસ્વી, આચારવાન, બહુકિયાવંત હોય, તેની આ લોકની ઇચ્છા કરી સેવા કરે, બહુમાન કરે, મનમાં એમ જાણે કે-આની બહુ સેવા કરીશ તો એની મહેરબાનીથી ધન, ઋધ્ધિ, સ્ત્રી, પુત્રાદિ મને મળશે આ લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ.
વળી મિથ્યાત્વના છ પ્રકાર નીચે મુજબ કહા છે. (૧) રાગ દ્વેષ ને મોહાદિક મહાદોષોથી પરાજિત હરિહર બ્રહ્માદિકને મહાદેવ તરીકે માનવા-પૂજવા તે લૌકિક દેવગત મિથ્યાત્વ. (૨) ગુરૂના ગુણરહિત એવા પણ અન્યદર્શનીના ધર્મગુરૂઓને ગુરૂ તરીકે માનવા તે લૌકિક ગુરૂગત મિથ્યાત્વ. (૩) હોળી, બળેવ, શીતળાસાતમ ને નાગપાંચમ પ્રમુખ લૌકિક પર્વો કરવા તે લૌકિક પર્વગત મિથ્યાત્વ. (૪) સર્વથા દોષ રહિત વીતરાગદેવની પુત્રાદિકની પ્રાપ્રિમુખ આશાએ માનતા કરવી તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ. (૫) પરિચધારી ને ભ્રષ્ટાચારી પાસગ્ગાદિક ન વેષધારી સાધુને ગુણ રહિત છતાં તેને લોકિક સ્વાર્થ સાધવા ગરબુદ્ધિથી માનવા-પૂજવા તે લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ. (૬) આઠમ, પાખી પ્રમુખ લોકોત્તર પર્વને આ લોક સંબંધી ક્ષણિક સુખને અર્થે આરાધવા, માનવા તે લોકોત્તર પર્વગત મિથ્યાત્વ. એ સઘળા મિથ્યાત્વના પર્વો મોક્ષાર્થી જીવોએ ચીવટથી તજી દેવા.
બીજી રીતે મિથ્યાત્વના બે પ્રકારો હોય છે.
(૧) ગુણહીન ગુણસ્થાનક (૨) ગુણયુકત ગુણસ્થાનક (૧) ગુણહીન ગુણસ્થાનકને અખાડો પણ કહેવાય છે. આ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલા જીવો ઓધદ્રષ્ટિવાળા જીવો તરીકે પણ ગણાય છે. આ ગુણસ્થાનકમાં રહેલા અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી ભવ્ય