________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૫૩
જીવો અને દુર્લભબોધિ જીવો આર્યદેશાદિમાં મનુષ્ય જન્મ પામીને ધર્મની સામગ્રીને પામીને પોતાના જીવનમાં જે કાંઇ ધર્મ આરાધના કરતાં હોય છે. તેઓ અશુધ્ધ પરિણામથી, અશુભ પરિણામથી કે શુભ પરિણામથી કરતાં હોય છે. નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં કરતાં પૂર્વક્રોડ વરસ સુધી અનંતી વાર મનુષ્ય જન્મને પામીને આરાધના કરે તો પણ તેઓને શુધ્ધ પરિણામ પેદા કરવાનું મન જ થતું નથી. કોઇકાળે શુધ્ધ પરિણામ પેદા થઇ શકતો નથી. આના કારણે એ જીવોનાં ગુણો પણ ગુણાભાસ રૂપે કામ કરતાં હોય છે અને સંસારની વૃધ્ધિમાં કારણભૂત થાય છે.
(૧) અશુદ્ધ ઉપયોગ :- બીજા જીવો પ્રત્યે ઇર્ષાભાવ પેદા કરીને તથા ગૌદ્રધ્યાન કે આર્તધ્યાનની અત્યંતતા રાખીને ધર્મની પ્રવૃત્તિ કરવી તથા એક રસથી પાપની પ્રવૃત્તિ કરવી તે અશુધ્ધ પરિણામ કહેવાય
છે.
(૨) અશુભ પરિણામ (ઉપયોગ) - વિષયો અને કષાયોની વાસનાઓથી તેની પુષ્ટિ માટેની-વૃધ્ધિ માટેની જે કાંઇ પ્રવત્તિઓ જીવનમાં થાય તે અશુભ પરિણામવાળી પ્રવૃત્તિ કહેવાય છે.
(૩) શુભ પરિણામ (ઉપયોગ) વાળી પ્રવૃત્તિ એટલે જીવનમાં સારી પ્રવૃત્તિ-ધર્મની પ્રવૃત્તિ-દાનાદિ ધર્મની ક્રિયાઓ-દેવ-ગુરૂ ધર્મની આરાધાનાઓ-આલોક-પરલોકના સુખના ઉદેશથી કરવી. આવેલા દુ:ખોના નાશના હેતુથી પ્રવૃત્તિ કરવી તે શુભ પરિણામ વાળી પ્રવૃત્તિ કહેવાય છે. આ ત્રણે પ્રકારની પ્રવૃત્તિથી જીવો પાપાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરતા જાય છે અને સંસારની વૃધ્ધિ કરતા જાય છે. એક લઘુકર્મી આત્માઓ જે હોય છે તેજ જીવોને ગુણહીન ગુણસ્થાનકમાં રહીને પણ-ઓધદ્રષ્ટિમાં રહીને પણ આત્મિક ગુણોની પ્રાપ્તિ કરવા માટેના ઉઘાડરૂપે જે જે ગુણોની ખીલવટ પેદા થાય છે તે ક્રમસર આત્માના ઉઘાડમાં ઉપયોગી બને એ રીતે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં જાય છે. આ જીવોની શુભ આરાધના પણ શુધ્ધ પરિણામ પેદા કરવાની લક્ષ્યવાળી જ હોય છે.