________________
પ૧
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આથી અનાદિ અનંત મિથ્યાત્વ જાતિભવ્ય અને અભિવ્ય જીવોને હોય છે. અનાદિશાંત મિથ્યાત્વ-જે ભવ્ય જીવો ભવિષ્યમાં સમ્યક્ત્વ પામશે તેમને હોય છે માટે દુર્ભવ્ય-ભારેકર્મી ભવ્ય અને લઘુકર્મી ભવ્ય જીવોને હોય છે. - સાદિ અનંત મિથ્યાત્વ-અભવ્ય જીવોને તથા જે ભવ્ય જીવો વ્યવહારરાશીમાં હોવા છતાં ત્રસપણાને પામવાના નથી એમને હોય છે કે જે ભવ્ય જીવોને જાતિભવ્ય જેવા કહેવાય છે.
સાદિશાંત મિથ્યાત્વ :- સમ્યક્ત્વથી પડેલા દુર્લભ બોધિ જીવોને હોય છે.
વાંજી રીતે મિથ્યાત્વના બે પ્રકાર હોય છે.
(૧) લૌકિક મિથ્યાત્વ (૨) લોકોત્તર મિથ્યાત્વ. (૧) લૌકિક મિથ્યાત્વ :
આ લોકના અનુકૂળ પદાર્થોની પ્રાપ્તિ માટે મળેલાને વધારવા માટે, ભોગવવા માટે, સાચવવા માટે અને જીવું ત્યાં સુધી ટકી રહે એને માટે તથા આલોકમાં પાપના ઉદયથી આવેલા દુઃખના નાશને માટે અને પરલોકમાં દેવલોક ઋધ્ધિ સિધ્ધિ સારી રીતે પ્રાપ્ત થાય એવા હેતુ માટે ઇતરદર્શનના દેવ દેવીઓને દેવ તરીકે માનવા, ઇતર દર્શનના સન્યાસીઓ ને ગુરૂ તરીકે માનવા તથા ઇતર દર્શનના ધર્મને ધર્મ તરીકે માનવો અને સેવવો તે લૌકિક મિથ્યાત્વ કહેવાય છે. (૨) લોકોત્તર મિથ્યાત્વ :
આ લોકના સુખ માટે અને દુ:ખના નાશ માટે તથા પરલોકના સુખને માટે શ્રી અરિહંત પરમાત્માની દેવ તરીકેની માનતા માનવી. શ્રી અરિહંતની આજ્ઞા મુજબ વિચરતાં ગુરૂઓની માનતા માનવી અને અરિહંતે કહેલ ધર્મની માનતા માનવી તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વથી સમકીત દુર્લભ થાય છે.
લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ છે, જે સાધુનો વેષ રાખે અને પોતે