________________
પ૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આ મિથ્યાત્વ હોય છે. અનાદિકાળથી મિથ્યાત્વ હતું અને સમ્યક્ત્વ પામતાં એ મિથ્યાત્વ શાંત થયું એટલે તેઓને મિથ્યાત્વ અનાદિ શાંત કાળવાનું ગણાય છે.
(૩) સાદિ અનંતકાળ :- આ મિથ્યાત્વ સામાન્ય રીતે જગતમાં કોઇપણ જીવોને હોતું નથી પણ વ્યકત અને અવ્યક્ત એમ મિથ્યાત્વના બે ભેદો પાડેલા છે તે અપેક્ષાએ વિચારણા કરીએ તો વ્યવહાર રાશીમાં આવેલા અભવ્યજીવો હવે વ્યવહારીયા રૂપે જ ગણાશે એ કોઇકાલે અવ્યવહાર રૂપે થવાના નથી. આ અપેક્ષાએ વ્યવહારરાશીમાં રહેલા અભવ્ય જીવોને જે ભક્ત મિથ્યાત્વ પેદા થાય છે તે સાદિ મિથ્યાત્વ કહેવાય છે અને તે મિથ્યાત્વનો ઉદયકાળ સદા માટે રહેવાનો જ છે માટે અનંતકાળ સુધીનું કહેવાય છે. આથી સાદિ અનંતકાળ રૂપે મિથ્યાત્વ કહેવાય છે તથા વ્યવહાર રાશીમાં આવેલા જે ભવ્ય જીવો છે તે એકેન્દ્રિયપણામાંથી કોઇકાળે ત્રિપણાને પામેલા નથી અને પામવાના નથી એવા ભવ્ય જીવોને આશ્રયીને વ્યકત મિથ્યાત્વની સાદિ ગણાય છે અને સદાકાળ તે એકેન્દ્રિયપણામાં રહેવાના હોવાથી એવા ભવ્ય જીવોને અનંતકાળ મિથ્યાત્વ રહેવાનું હોવાથી સાદિ અનંતકાળ મિથ્યાત્વ ગણાય છે.
(૪) સાદિ શાંત મિથ્યાત્વ :- અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે તે પ્રાપ્ત કર્યા પછી નિકાચીત મિથ્યાત્વના ઉદયના પ્રતાપે પડીને મિથ્યાત્વને પામે અને વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તકાળ સુધી મિથ્યાત્વે રહે તે સાદિ શાંત મિથ્યાત્વ કહેવાય છે.
સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે મિથ્યાત્વની શાંતતા કહેવાય અને ત્યાંથી નિકાચીત મિથ્યાત્વના પ્રતાપે પતન પામી મિથ્યાત્વને પામવું તે મિથ્યત્વની સાદિ કહેવાય છે. આ મિથ્યાત્વનો સાદિ કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ સુધી રહે છે પછી જીવ ફરીથી સમ્યક્ત્વને પામીને અવશ્ય મોક્ષે જાય છે ત્યારે મિથ્યાત્વ શાંત થઇ જાય છે.