________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૯
માની તેની કરણી કરવી. (૪) લોકોત્તર દેવગત મિથ્યાત્વ - લોકોત્તર દેવ અરિહંતાદિકની આ લોકના સુખ-ભોગાથે માનતા કરવી. (૫) લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ - લોકોત્તર નિષ્પરિગ્રહી ગુરૂની આ લોકસંબંધી સુખપ્રાપ્તિ માટે ભકિત કરવી. (૬) લોકોત્તર પર્વગત મિથ્યાત્વ - લોકોત્તર પર્વો પર્યુષણાદિની આરાધના આ લોક સંબંધી સુખપ્રાપ્તિ માટે કરવી.
હવે ઉપર જણાવેલા વધારેના ૪ ભેદો નીચે પ્રમાણે :(૧) મિથ્યા ધર્મની પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ. (૨) મિથ્યા ધર્મની પ્રવૃત્તિ-આચારણા કરવી તે પ્રવર્તન મિથ્યાત્વ. (૩) પરિણામમાં મિથ્યાભાવ પરિણમેલો હોય-સત્ય ધર્મ ઓળખાયેલ ન હોય તે પરિણામ મિથ્યાત્વ. (૪) પ્રદેશ એટલે આત્મપ્રદેશોની સાથે મિથ્યાત્વથી બંધાયેલા કર્મપ્રદેશોનું મળવું તે પ્રદેશ મિથ્યાત્વ.
આ પચીશે પ્રકારના મિથ્યાત્વ તજવા લાયક છે. તેના દશ, પાંચ, છ ને ચાર - એ પ્રકારોમાં બધા પ્રકારના મિથ્યાત્વોનો સમાવેશ થઇ શકે છે.
બીજી રીતે મિથ્યાત્વના ચાર પ્રકારો કહ્યા છે.
(૧) અનાદિ અનંતકાળ (૨) અનાદિ શાંતકાળ (૩) સાદિ અનંતકાળ અને (૪) સાદિ શાંતકાળ રૂપે મિથ્યાત્વ હોય છે.
(૧) અનાદિ અનંતકાળ રૂપે જાતિભવ્ય જીવોને અનાદિકાળથી મિથ્યાત્વનો ઉદય ચાલુ છે અને સદાકાળ અનંત કાળ સુધી મિથ્યાત્વનો ઉદય રહેવાનો હોય છે માટે આ ભાંગો ઘટે છે તથા અભવ્ય જીવોને પણ આ મિથ્યાત્વ સદા માટે હોય છે.
. (૨) અનાદિ શાંત મિથ્યાત્વ :- જે ભવ્ય જીવો એક્વાર સમ્યક્ત્વને પામીને પછી પડી મિથ્યાત્વના ઉદયવાળા બન્યા હોય એવા ભવ્ય જીવોને