________________
સૌદ ગુણસ્થાનક ભાગ-૧
४७ રૂપ ઉપાદાન વિના (એટલે મુકિતની યોગ્યતારૂપ મૂળ કારણ વિના) રાભવ્ય જીવ પણ (મિથ્યાત્વ છોડી સમ્યક્ત્વ પામી શકતો નથી, કારણ કે અભવ્યને તથાવિધ યોગ્યતાનો અભાવ હોય છે.) (ઉપર કહેલા ઉપધાતુના દ્રષ્ટાંતે અભવ્ય જીવ) જો કે જ્ઞાન-દર્શન ઇત્યાદિ લક્ષણ રૂપ ગુણ વાળો આત્મા છે, તો પણ આગમરૂપી પારસમણિના સ્પર્શ વડે કંદીપ સિકત્વ પામી શકતો નથી. એ જીવોને (અભવ્યોને) ઉપર કહેલ મિથ્યાત્વોમાંથી અભિનિવેષ મિથ્યાત્વવર્જીને બાકીનાં ચાર પ્રકારનાં મિથ્યાત્વ અનાદિ અનંત કાળ સુધી અનંત પુગલપરાવર્ત સુધી હોય છે.
ધે જે આઠમું મિથ્યાત્વ દ્રષ્ટિ યુકત નામવાળું (મૂઢષ્ટિ મિથ્યાત્વ) કહ્યું છે. - બીજી રીતે મિથ્યાત્વના ૧૦ પ્રકારો કહ્યાા છે. (૧) ધર્મને અધર્મ જાણવો-મુનિના સર્વોત્તમ ત્યાગમાર્ગને આપમતે અધર્મ માનવો. (૨) હિસાદિક અધર્મને ધર્મરૂપ માની દેવી પાસે કે યજ્ઞ પ્રસંગે પશુવધ કરાવવો. (૩) સમ્યગૂજ્ઞાન અને ચારિત્ર-સદાચરણ રૂપ ક્રિયા સાથે મળ્યા વગર મોક્ષ માર્ગ મળતો નથી, છતાં આપમતે તેનું ખંડન કરવું ને ખરામાર્ગને ઉન્માર્ગ કહેવો. (૪) એકાન્ત જ્ઞાન કે એકાન્ત ક્રિયાથી જ મોક્ષ છે, એ ઉન્માર્ગને માર્ગ માની તેની પુષ્ટિ કરવી. (૫) શુદ્ર માર્ગગામી સંત સાધુ પાસે પોતાનો તુચ્છ સ્વાર્થ નહીં સરવાથી તેમને અસાધુ માનવા. (૬) ઉન્માર્ગગામી-માર્ગભ્રષ્ટ અસાધુને સ્વાર્થવશ થઇ સાધુ લેખવવા. (૭) પૃથ્વી, પાણીને વનસ્પતિ પ્રમુખ સજીવને નિર્જીવ જડરૂપ લેખવવા. (૮) આકાશમાં રહેલા કેટલાએક નિર્જીવ પુગલોને સજીવ લેખવવા. (૯) વાયુ (અંગે સ્પર્શતો પવન) રૂપી છતાં તેને અરૂપી-અમૂર્ત