________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૫ ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા બન્યા. શ્રી જિનાગમોના પરિશીલનથી શ્રી જિનાગમોના પારદર્શી બન્યા પછી, એ મહાપુરૂષે એવા પણ ઉદ્ગાર કાઢ્યા છે કે - "हा ! अणाहा कहं हुंता जइ न हुँतो जिणागमो ?"
એટલે કે-જો શ્રી જિનાગમ હોત નહિ, તો હા ! અનાથ એવા અમારું થાત શું ? શ્રી નિગમોના પરિશીલનના પ્રતાપે એ પુણ્યપુરૂષને પોતાની પૂર્વની અનાથ દશાનું ભાન થયું. મિથ્યાત્વના યોગે નિપજેલી ઘેલછા ગયા વિના, અનાથ જીવોને પણ પોતાના અનાથપણાનું ભાન થતું નથી. જેઓને પોતાના અનાથપણાનું ભાન હોય નહિ, તેઓ નાથની શોધમાં નીકળે જ શાના ? અરે, નાથ સામે આવી જાય તોય એને આવકારે શાને ? આપણને પણ જો એમ થાય કે-શ્રી જિનેશ્વરદેવના યોગે જ આપણે આજે સનાથ છીએ, તો જ આપણે સાચા નાથ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સાચી આરાધના કરી શકીએ.
બીજી રીતે મિથ્યાત્વના આઠ પ્રકારો હોય છે, (૧) એકાન્તિક (૨) સાંશયિક (૩) વૈનયિક (૪) પૂર્વવ્યગ્રાહ (૫) વિપરિતરૂચિ (૬) નિસર્ગ (૭) સંમોહ અને (૮) મૂઢદ્રષ્ટિમિથ્યાત્વ. આ રીતે આઠ પ્રકારના મિથ્યાત્વ છે.
હવે એ આઠ મિથ્યાત્વનાં લક્ષણ ગ્રન્થકાર પોતે કહે છે તે આ પ્રમાણે - જીવ સર્વથા ક્ષણિક (અનિત્ય) છે, અથવા જીવ સર્વથા અક્ષણિક (એટલે નિત્ય) છે. તથા જીવ સર્વથા સગુણ છે અથવા સર્વથા નિર્ગુણ. છે, ઇત્યાદિ રીતે એકાન્ત ભાષા બોલનાર જીવને તેમાંયયછમિથ્યાત્વ કહ્યું છે. સર્વજ્ઞ વીતરાગ ભગવંતે જે જીવ અજવાદિ ભાવો જે રીતે કહ્યા છે તે રીતે સત્ય હશે કે નહિ ? એવા સંકલ્પચિંતવન વડે સાંવયિo મિથ્યાત્વ કહ્યું છે. સર્વે લિંગીઓ (સર્વે દર્શનના સાધુઓ) આગમ રૂપ છે. (પોત પોતાના દર્શન પ્રમાણે સાધુ ધર્મવાળા છે), સર્વે દેવો આગમરૂપ છે, અને સર્વે ધર્મો પણ શ્રેષ્ઠ આગમવાણા (પોત પોતાના શાસ્ત્ર પ્રમાણે