________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૩ પાળે ? ત્યાં એ ચર્ચા કરવાને પણ તૈયાર થાય નહિ ? એમને પ્રતિજ્ઞાય હતી અને એમને એ પ્રતિજ્ઞાને પાનવીય હતી, પણ એ માટે આ બધું શું? પોતાનો મત છોડીને જૈન સાધુ થઇ જવું? શ્રી હરિભદ્ર પુરોહિતે તો એ વાત પણ કબૂલ કરી. એ વાત કબૂલ કરી એટલું જ નહિ, પણ તરત જ શ્રી હરિભદ્ર પુરોહિતે એ વાતનો અમલ કર્યો. કારણ ! પોતાની પ્રતિજ્ઞાના પાલન માટે એ પૂરેપૂરા પ્રમાણિક હતા ! એક મિથ્યાદ્રષ્ટિ. મિથ્યાદર્શનના પરમ ઉપાસક અને ચૌદ વિદ્યાઓમાં પ્રવીણ એવા સમર્થ વિદ્વાનની આ સરલતા તો જૂઓ ! ખરેખર, એમના ઘમંડ સાથે એમની આ સરલતાને પણ યાદ રાખવાની જરૂર છે. મિથ્યાત્વની મતા વિના મિથ્યાદર્શનના એવા સમર્થ વિદ્વાનમાં આવી અપૂર્વ કોટિની સરલતા સંભવિત નથી. તે સમયે એ મિથ્યાદ્રષ્ટિ હતા, તેમ છતાં પણ તેમનું આ આચરણ હરેક રીતિએ અનુમોદનાપાત્ર છે, એટલું જ નહિ, પણ આપણામાં જો આ ગુણ ન હોય તો આપણે એને મેળવવાને માટે આ પ્રસંગને આદર્શ બનાવવો જોઇએ. એ જ આપણા ગુણરાગને છાજે. સામગ્રીના સદુપયોગનો પ્રતાપ :
પ્રભુશાસનને પામવાને માટે મિથ્યાત્વના ક્ષયોપશમાદિની અનિવાર્ય જરૂર પડે છે. મિથ્યાત્વના ક્ષયોપશમાદિ વિના કોઇ પણ જીવને સાચા રૂપમાં ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોના શાસનની પ્રાપ્તિ થઈ શકતી જ નથી. મિથ્યાત્વનો એવો ક્ષયોપશમાદિ મિથ્યાત્વના ઉદયવાળા પણ મિથ્યાત્વની મન્દતાના કાળમાં જ સુસાધ્ય બને છે. એવા મિથ્યાત્વની મન્દતાના કાળમાં,
જીવને જો પુણ્યના પ્રતાપે ધર્મસામગ્રીની પ્રાપ્તિ થઇ જાય છે, તો એ જીવ ઘણી જ સહેલાઇથી ધર્મને પામી શકે છે. જો કે-નૈસર્ગિક રીતિએ પણ જીવોને મિથ્યાત્વનો ક્ષયોપશમાદિ થવા દ્વારા સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઇ શકે છે, તો પણ તેવાય જીવો તેવા પ્રકારના અપૂર્વ પરિણામોને મિથ્યાત્વની મન્દતાના કાળમાં જ પામી શકે છે. પૂર્વના પુણ્યના પ્રતાપે જે જાવોને ધર્મની સામગ્રી મળી ગઈ છે. તે જીવોએ તો ધર્મને પામવાના