________________
૪૨
સ્થાનક ભાગ-૧
ત્યારે સાધ્વીજી શું કહે છે ? ગુરૂ પાસે જવાનું ! હજૂ આગળ જૂઓ. સાધ્વીજીના ઉત્તરથી શ્રી હરિભદ્ર પુરોહિતને જરાય કંટાળો આવતો નથી. પ્રતિજ્ઞાનું પાલન કરવાના નિશ્ચયમાં એ જો થોડા પણ ઢીલા હોત, તો અહીં એ પોતાના મનને મનાવી શકત. હું તો મારી પ્રતિજ્ઞાનું પાલન કરવાને માટે સર્વ રીતિએ તૈયાર હતો, એ માટે તો ન સાધ્વીજીની પાસે જઇને અર્થ કહેવાની અને શિષ્ય બનાવવાની માગણીય કરી, પણ એ સાધ્વીજીએ એ ગાથાનો અર્થ કહ્યો નહિ, તેમાં હું શું કરું? હું તો પ્રતિજ્ઞાથી છૂટ્યો !' આવા આવા વિચારોથી શ્રી હરિભદ્ર પુરોક્તિ પોતાના મનને જરૂર મનાવી શકત, પણ એમને એ રીતિએ પોતાના મનને મનાવવું નહોતું. “સોદો સીધો પડશે તો માલ લઇશું અને સોદો ઉંધો પડશે તો શું લેવું છે કે શું દેવું છે ?' –એવા દેવાળીયા વહેપારિના જેવી એમની પ્રતિજ્ઞા નહોતી. એમણે જે સમયે પ્રતિજ્ઞા કરી હશે, તે સમયે એમને એ પ્રતિજ્ઞાનું પાલન કરવાનો સાચે જ સમય આવી લાગશે-એવી તો કદાચ કલ્પના સરખી પણ નહિ હોય; પણ પ્રતિજ્ઞા કરતી વેળાએ એ વાત તો એમના મનમાં સુનિશ્ચિત જ હતી કે-જો એવો સમય આવી જ લાગે તો સર્વસ્વના ભોગે પણ મારે મારી પ્રતિજ્ઞાનું પાલન કરવું છે. પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવાને માટે એ પૂરે પૂરા પ્રમાણિક હતા, માટે તો સાધ્વીજીએ જ્યારે ગુરૂમહારાજ પાસે જવાનું કહ્યું ત્યારે શ્રી હરિભદ્ર પુરોતિ કશી પણ આનાકાની કર્યા વિના ત્યાંથી નીકળ્યા અને પોતાના સ્થાને આવ્યા. બીજે દિવસે જ્યાં ગુરૂમહારાજ હતા
ત્યાં પહોંચ્યા, ગુરૂમહારાજની પાસે પહોંચીને તેમણે પોતાની સઘળી હકીકત જણાવી, ત્યારે ગુરૂમહારાજે શું કહ્યું તે જાણો છો ? ગુરૂમહારાજ ગાથાનો અર્થ કહેવાને બદલે એમ કહ્યું કે-જો આ ગાથાનો અર્થ જાણવો હોય તો પહેલાં ની દીક્ષા ગ્રહણ કરો અને શ્રી જૈનશાસનના ક્રમ મુજબ શ્રી જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરો ! હવે શું થાય? શ્રી હરિભદ્ર પુરોહિત ની દીક્ષા લઇ લે ? વગર સમયે અને વગર નિર્ણયે પોતાના દર્શનનો ત્યાગ કરે ? શ્રી જૈનદર્શનનો સ્વીકાર કરે ? અને શ્રી ની દીક્ષા લઇને ન સાધુપણું