________________
४०
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
અભિગ્રહિક મિથ્યાત્વનો અભાવ અને સુન્દર કોટિની સરલતાનો યોગ-કે જે સરલતા મિથ્યાત્વની મન્ત્રતા વિના શક્ય નથી-એના પ્રતાપે જ શ્રી હરિભદ્ર પુરોહિત રાજપુરોહિત મટીને રાજરાજેશ્વરનેય પૂજ્ય એવા પરમ શાસનપ્રભાવક આચાર્ય ભગવાન બની શક્યા.
પ્રતિજ્ઞાપાલનની અપૂર્વ તત્પરતા :
જે નિમિત્તે આવું અનુપમ પરિવર્તન શકય બનાવ્યું, તે નિમિત્ત વિષે પણ તમે કદાચ સાંભળ્યું હશે. એક વાર એવું બન્યું કે-જે સમયે રાજપુરોહિત શ્રી હરિભદ્ર રાજ્મહેલથી નીકળીને પોતાના આવા તરફ ઇ રહ્યા હતા, તે સમયે કોઇના દ્વારા બોલાતી ‘પદુિર્ગં' એવા અદિપદવાળી ગાથા તેમના સાંભળવામાં આવી. જગતમાં એવું કોઇ વચન જ નથી, કે જેને હું સમજી શકું નહિ આવું માની બેઠેલા એ રાજપુરોહિતે આ ગાથા સાંભળી, પણ એ ગાથાનો ભાવ એમની સમજ્યાં આવ્યો નહિ. એ ત્યાંના ત્યાં થંભી ગયા. રાત્રિનો સમય ઘણો વહી ગયો હતો અને ઘરે પહોંચવામાં વિલમ્બ થતો હતો, પણ જે સાંભળ્યું તે સમજાય નહિ ત્યાં સુધી આગળ કેમ વધાય ? એમણે વારંવાર વિચાર કર્યો, ઘણો ઘણો પ્રયત્ન કર્યો, વિદ્વત્તા તથા બુદ્ધિના ખજાના જેવા પોતાના મગજને ખૂબ ખૂબ કસ્યું પણ કેમેય કરતાં શ્રી હરિભદ્ર પુરોહિત સાંભળેલી ગાથાના મર્મને પામી શકયા નહિ. હવે એ શું કરે છે. એજ ખાસ મહત્વનું છે. એ કંટાળીને ઘરે ચાલી જ્વાનો વિચાર કરતાં નથી. અત્યાર સુધીમાં જેટજેટલાં વચનો મારા કાને પડ્યાં જેટજેટલા વચનો મેં વાંચ્યાં. તે સઘળાંય વચનોને હું બરાબર સમજી શકયો છું. એટલે આ એક વચન ન સમજાયું તોય શું ? આજે નહિ સમજાય તો કાલે સમજાશે અને કદાચ કાલે પણ નહિ સમજાય તો શું વહી જશે ? મૂકો પંચાત ! -આવા આવા વિચારોનો એક અંશ પણ તેમને સ્પર્શી શક્યો નહિ. એ તો તે ને તે સમયે જ નહિ સમજાયેલું સમજ્જાને માટે પ્રવૃત્ત બન્યા. આવી રીતિએ નહિ સમજાએલું સમજ્જાને માટે પ્રવૃત્ત થવામાં કેવી મોટી મુશ્કેલી હતી, એ જાણો છો ને ?