________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૯ આ બે ગુણોને રોકનારા હોય છે અને એથી પણ એ બે મિથ્યાત્વો ઘણી જ ભયંકર કોટિના ગણાય છે. અનભિગ્રહિક મિથ્યાત્વ-સાંશયિક મિથ્યાત્વ અને અનાભોગીક મિથ્યાત્વ એ ત્રણ મિથ્યાત્વો પણ અવશ્ય તજવા યોગ્ય છે પણ એ ત્રણ મિથ્યાત્વો પોતાના સ્વામિઓના સદુપદેશથી પરિવર્તન પામવાના ગુણને અને ગુરૂ પરતંત્ર બનવાના ગુણને રોકી શકતા નથી. સત્યાસત્યના વિવેકને પામવામાં સહાયક જે માધ્યચ્ય નામનો ગુણ છે તે ગુણને પણ રોધનાર આભિગ્રહિક મિથ્યાત્વ અને પોતે પકડેલ અસત્ય છે એવું સમજાવવા છતાં પણ અસત્યનો ત્યાગ અને સત્યનો સ્વીકાર નહિ કરતાં પોતાના પકડેલા અસત્યને જ વળગી રહેવાનું ભયંકર પાપ કરાવનાર આભિનિવેષિક મિથ્યાત્વ. આ બન્ને મિથ્યાત્વોની અથવા તો આ બે પૈકીના કોઇપણ એક મિથ્યાત્વની હાજરી જ્યાં હોય
ત્યાં ગુણપ્રાપિન માટેનો અવકાશજ અસંભવિત જેવો બને છે. આભિગ્રહિક મિથ્યાત્વ જ્યારે સન્માર્ગને પામવામાં અંતરાય કરનાર છે ત્યારે આભિનિવેષિક મિથ્યાત્વ જીવને સન્માર્ગથી શ્રુત કરીને ઉન્માર્ગે ચઢાવી દે છે અને સહેલાઇથી સન્માર્ગની પ્રાપ્તિ થવા દેતું નથી.
અભિગ્રહિક મિથ્યાત્વ છતાં પકડવાળું મિથ્યાત્વ નહોતુ માટે હરિભદ્રપુરોતિ રાજરાજેશ્વરને પૂજ્ય બની શકયા તે આ પ્રમાણે :
હરિભદ્ર પુરોહિત પ્રથમથીજ ઉન્માર્ગ હતા, એટલે તેમને માટે આભિનિવેષિક મિથ્યાત્વની તો કલ્પના થઇ શકે નહિ જ, પરંતુ તેમની જે પરિસ્થિતિ હતી-તેવી પરિસ્થિતિમાં સૂસંભવિત ગણાય તેવું આભિગ્રહિક મિથ્યાત્વ પણ તેમનામાં નહોતું. “હું સઘળું જ સમજી શકું -એવો પોતાની વિદ્વત્તાનો ગત્ર શ્રી હરિભદ્ર પુરોહિતમાં જરૂર હતો. પણ કોઇ વચન ન સમજાય તે છતાંય તે વચનને સમજ્યાનું ઘમંડ રાખીને જીવનને પસાર કરવું એવા દુર્ગુણને પેદા કરનારૂં મિથ્યાત્વ તેમના આત્મામાં નહોતું. એમનામાં જો એ મિથ્યાત્વ હોત તો પછીથી એ જેવા ઉપાસ્ય, વિશ્વસ્ય અને ઉપકારી બની શકયા, તેવા તે હરગીજ બની શકત નહિ.