________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૭ આવ્યા. બપોરના રાજા આવ્યો અને કહ્યું કે મહારાજ એતો તમારી શક્તિ છે માટે પ્રતિબોધ કરીને લઇ આવ્યા પણ હજી મને તમારો ધર્મ રચતો નથી. આ સરલ પ્રકૃતિના કારણે રાજાને છેલ્લે ધર્મ પમાડે છે તો આ હજારે સિન્યાસીઓ અનભિગ્રહિક મિથ્યાત્વના ઉદયવાળા હોવાથી સાચું સાંભળવા અને સમજવા મલતાં પોતાનો મિથ્યામત છોડીને મિથ્યાત્વને છોડી શકયા. આવી રીતે આ મિથ્યાત્વ વાળા જીવોને માટે સમજણ પેદા કરી સમ્યક્ત્વ પામવું સહેલું છે. આ મિથ્યાત્વના ઉદયવાળા પાંચ પ્રકારના જીવો હોય છે. અભવ્ય, દુર્ભવ્ય, ભારેકર્મી ભવ્ય, લઘુકર્મી ભવ્ય અને દુર્લભ બોધિ. (૩) આભિનિવેષિક મિથ્યાત્વ :1 શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા તત્વો પ્રત્યેની રૂચી પેદા કરી સમ્યક્ત્વને પામે એ સમકતના કાનમાં નિકાચીત મિથ્યાત્વના ઉદયના કારણે પતન પામે તેમાં કોઇ પદાર્થ પ્રત્યેની ખોટી પકડ અંતરમાં પેદા થયેલી હોય તે સમજવા છતાં પણ તે પકડને છોડી ન શકે તે પ્રમાણે જ જીવે અને ખોટી પ્રરૂપણા કરે તે આભિનિવેષિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વનો ઉદયકાળ માત્ર દુર્લભબોધિ જીવોને જ હોય છે એ સિવાયના જીવોને હોતો નથી. ભગવાનના શાસનમાં જેટલા નિન્દવો થયા. તે બધા જ આ મિથ્યાત્વના ઉદયકાળ વાળા ગણાય છે. વર્તમાનમાં જ નવા પંથો ઉભા થાય છે તે બધા આ મિથ્યાત્વના ઉદયવાળા ગણાતા નથી. કારણકે મત ઉભા કરનારા નિયમો સમ્યક્ત્વ પામ્યા પછી જ ખોટી પકડવાળા થયેલા છે. એમ નિશ્ચિત રૂપે ન હોવાથી આ મિથ્યાત્વના ઉદયવાળા ગણાતા નથી. કારણકે મિથ્યાત્વના ઉદયકાળમાં પણ જીવો પોતાના મતનો વિશેષ ફેલાવો કરવા માટે ગોષ્ઠામાહિલાદિની જેમ તેમાંથી નવો મત ઉભો કરે એમ પણ બને છે માટે જ્ઞાની વગર નિશ્રીત કહી શકાય નહિ. (૪) સાંશયિક મિથ્યાત્વ :