________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૬
માટે તેમાં વાંધો નહિ. આ વાતમાં બિચારા અજ્ઞાન જીવોને ખબર નથી શુધ્ધતા શું છે ? તે કઇ રીતે પ્રગટ થાય તેને પેદા કરવા માટે કયા પ્રકારનો પુરૂષાર્થ કરવો પડે તેના કારણે અટવાયા કરે છે. ધર્મમાર્ગની આરાધના કરતાં કરતાં શુધ્ધતા કેટલી પેદા થતી જાય છે તેનો પણ પછી વિચાર કરતાં નથી માટે જ જ્ઞાનીઓ કહે છે કે એવા અજ્ઞાન રૂપે રહેલું મિથ્યાત્વ એ ભયંકરમાં ભયંકર નુકશાન કરનારૂં બને છે. માટે આવા પ્રકારના વિચારોમાં ન રહેવાય તેની કાળજી રાખવાની અને તે પરિણામોની સ્થિરતા ન થઇ જાય તેની કાળજી રાખીને જીવવાનું છે. નહિતર આ મિથ્યાત્વ પણ જીવને ધીમે ધીમે અભિગ્રહિક મિથ્યાત્વમાં લઇ જ્યાં વાર લાગતી નથી. આવા મિથ્યાત્વના ઉદયવાળા જીવોને જો સાચું સમજાવનાર મલી જાય તો તે મિથ્યાત્વના પરિણામને દૂર કરવામાં જરાય વિલંબ કરતાં નથી. જેમ બપ્પભટ્ટસૂરીજી મહારાજા એ હજાર સન્યાસીઓને (તાપસોને) મિથ્યાત્વ દૂર કરીને સમ્યક્ત્વી બનાવી સંયમી બનાવ્યા. તે આ પ્રમાણે બપ્પભટ્ટસૂરિમહારાજાએ નાનપણમાં દીક્ષા લીધેલી. શાળામાં રાજાનો દીકરો અને આ બન્ને સાથે ભણતા અને મિત્રો બનેલા હતા. સંયમી થઇને સુંદર આરાધના કરી જ્ઞાનાભ્યાસ પણ સારો કરતાં હતા. રાજાનો દીકરો આમ રાજા બન્યો એટલે વંદન કરવા આવ્યો અને તે તે મહાત્માનો ભગત થઇ ગયો છતાંય આમ રાજા સરલ હોવાથી ગુરૂને કહેતા કે તમો ગમો છો પણ તમારો ધર્મ મને ગમતો નથી. ઘણું સમજાવે પણ ધર્મ રૂચે નહિ. તેમાં એકવાર વાત નીકળતા કહ્યું કે આ આશ્રમમાં અમારા હજાર સન્યાસીઓછે તેઓને પ્રતિબોધ કરી સંયમ આપી લઇ આવો તો તમારો ધર્મ મને ગમે તે સાંભળીને બપ્પભટ્ટસૂરિ તે આશ્રમમાં ગયા. સન્યાસીઓને શ્રી વીતરાગદેવનું સ્વરૂપ સમજાવતાં આવું સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ, શંકર કે મદેવમાં નથી એમ સાંભળ્યું એટલે સન્યાસીઓએ કહ્યું તો પછી આ દેવ કોણ ? તો કહ્યું અરિહંત જ આવા દેવ હોઇ શકે તેમનું સ્વરૂપ સમજાવી મિથ્યાત્વ દૂર કરી સમ્યક્ત્વ પ્રાપ્તિ કરાવી અને સંયમ આપી હજારને લઇને પોતાના સ્થાનમાં