________________
३४
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કોઇપણ મંત્રનો જાપ કરવો-તાંત્રિક પાસે જઇ ને તાંત્રિકની વિધિ કરાવવી વિદ્યા વગેરે સાધવી-સધાવવી દુઃખીયારા જીવોનાં દુઃખો નાશ થાય અને જીવો કેમ સુખી-સમૃદ્વિવાળા બની સારી રીતે જીવતા બને એ હેતુ રાખીને દેવ, ગુરૂ, ધર્મની જે પ્રવૃત્તિ કરવી તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. આ પ્રવૃત્તિથી જીવો પોતાનું મિથ્યાત્વ પુષ્ટ કરી અનેક જીવોના મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. એનાથી ભવાંતરમાં પોતાને સમકીત દુર્લભ બને છે અને અનેક જીવોનાં સમ્યક્ત્વને દુર્લભ બનાવતા જાય છે. (૩) પરિણામ મિથ્યાત્વ :
મનમાં જુઠો હઠવાદ રાખે અને કેવલીભાષિત પદાર્થોને વિષે કહ્યા મુજબ યથાર્થ સદણા ન કરે એટલેકે તે પદાર્થોનો મનઃ કલ્પીત અર્થ કરીને તેમાં આ આમજ છે. આજ અર્થ થાય, હું કરું છું. એ અર્થ બરાબર છે. એવી વિચારણાનો કદાગ્રહ રાખીને જીવન જીવવું તે પરિણામ મિથ્યાત્વ કહેવાય છે.
આજે લગભગ મોટાભાગે આ મિથ્યાત્વ જોરમાં ચાલે છે એમ દેખાય છે. ભગવાનનું શાસન આજે લગભગ આવા પરિણામોના કદાચહના કારણે સીદાતું દેખાય છે.
અત્યારે શાસ્ત્રોના અર્થ મન ઘડંત રીતે કરીને અનેક જીવોને મોક્ષમાર્ગથી ટ્યુત કરીને સંસારીક અનુકૂળતાઓ મેળવવા માટે અને આવેલી આપત્તિઓ-દુ:ખોના નાશ માટે જે પ્રયત્નો થઇ રહ્યા છે કે જેના પ્રતાપે મોટાભાગના જીવોને ધર્મથી રહિત બનાવી, આ પરિણામ મિથ્યાત્વના સ્વામી બનાવી ધર્મની આરાધનાઓ કરતાં કરાવી રહ્યા છે. માટે ખુબ ચેતવા જેવું છે. આ મિથ્યાત્વના ઉદયનો ઉપયોગ પોતાનું સમકિત દુર્લભ બનાવી અનેક જીવોના સમકતને દુર્લભ બનાવવાના પ્રયત્ન રૂપે થઇ રહેલો છે તે ખરેખર ખુબ દુઃખદ છે. (૪) પ્રદેશ મિથ્યાત્વ :
સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલોને ઉદયમાં લાવી લાવીને