________________
૩૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
દેવા પ્રયત્ન કરો જેથી સ્વલ્પ કાળમાં સંસાર પરિભ્રમણકારી કર્મનો ક્ષય કરીને મોક્ષ સુખને પ્રાપ્ત કરશો.
આ પ્રમાણેના શ્રી આદીશ્વર ભગવંતના ઉપદેશને શ્રવણ કરીને તેમના ૯૮ પુત્રો સંવેગ રંગ વડે વાસિત થઇ તત્વ બોધને પામ્યા.
બીજી રીતે મિથ્યાત્વના ૪ ભેદો હોય છે.
(૧) પ્રરૂપણા મિથ્યાત્વ (૨) પ્રવર્તન મિથ્યાત્વ (૩) પરિણામ મિથ્યાત્વ અને (૪) પ્રદેશ મિથ્યાત્વ (૧) પ્રરૂપણા મિથ્યાત્વ -
શ્રી ક્લેિશ્વર પરમાત્માઓએ પોતાના જ્ઞાનથી જગતમાં જે પદાર્થો જેવા સ્વરૂપે રહેલા છે તે પ્રકારે જોયા અને જાણ્યા તેજ પ્રકારે જગતના જીવોની સામે પ્રકાશિત કર્યા એટલે જણાવ્યા. તેવા પ્રકારે પદાર્થોને યથાર્થ રૂપે જણાવવાને બદલે તેનાથી વિપરીત ભાવરૂપે પ્રરૂપણા કરવી અને જગતના જીવો પાસે પ્રકાશિત કરવાને પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય. જેમકે જે પદાર્થો છોડવાલાયક કહેલા છે. તેની છોડવા લાયક પ્રરૂપણા કરવાને બદલે ગ્રહણ કરવા લાયકની પ્રરૂપણા કરવી અને જે પદાર્થો ગ્રહણ કરવા લાયક કહેલા છે તે પદાર્થોની છોડવા લાયક રૂપે પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય. જેમકે ભગવાને બે પ્રકારે ધર્મ કહ્યો છે. (૧) શ્રાવક ધર્મ અને (૨) સાધુધર્મ.
સાધુધર્મ ન લઇ શકે-લઇને પાળવાની શકિત ન હોય એવા જીવો માટે એટલે અશકત જીવો માટે શ્રાવકધર્મ કહ્યો છે કે જેથી એ ધર્મની આચરણા કરતાં કરતાં સાધુધર્મની શકિત આવે. તેને બદલે શું સાધુપણામાં જ ધર્મ આવી ગયો ? શ્રાવકપણામાં પણ ભગવાને ધર્મ કહેલો છે તે કરીને જીવન જીવીએ તોય શું વાંધો ? ભગવાનની આજ્ઞા જ છે ને ? આવા વિચારોની પ્રરૂપણા કરીને સાધુધર્મની મુખ્યતા-પ્રધાનતાને ગૌણ કરીને શ્રાવધર્મની મુખ્યતા કે પ્રધાનતા બતાવીને પ્રરૂપણા કરવી-માર્ગ બતાવવો તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય છે.