________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અહો મુનીંદ્ર ! અનાદિ કાળથી મોહનિદ્રા વડે નિદ્રિત થવાથી નષ્ટ ચૈતન્ય પ્રાય થયેલા મને નિ:કારણ બંધુ સદિશ આપે જાગૃત કરી ચેતના પ્રાપ્ત કર્યો છે. હું ધન્યમાં પણ ધન્ય છું કે મને ઉન્માર્ગે જનારાને સન્માર્ગના ઉપદેશક એવા આપનો સાંપ્રત સમયે યોગ પ્રાપ્ત થયા છે. આ અપાર સંસાર રૂપ સમુદ્રમાં ડુબતા એવા મને સહર્મ રૂપ નાવ સહીત નિર્ધામક તૂલ્ય આપનો પૂર્વ પુણ્ય વડેજ યોગ બની ગયો છે. મને પાંચ ઇંદ્રીઓ રૂપ ચોરોએ સ્નેહ રૂપ પાલવડે બાંધીને સુધા પિપાસાદિ દુઃખાર્તપણે સંસાર રૂપ બંદીખાનામાં નાખેલો છે. એ બંદીખાનામાં રહ્યો તો હું જન્મ, જરા, મૃત્યુ અને આધિ, વ્યાધિ વિગેરે દુઃખો રૂપ ચાબુક વડે નિરંતર માર ખાધા કરું છું. તેમાં મને કોઇ પણ શરણભૂત થયું નથી. હમણાં કાંઇક શુભ દૈવના અનુભાવ વડે અશરણ પ્રાણી માત્રને શરણભુત અને સંસાર રૂપ બંદીખાનામાંથી છોડાવનાર આપ મળી આવ્યા છો-આ સંસારમાં દેવપણામાં અને મનુષ્યપણામાં મહર્ઘિકપણું પ્રાપ્ત કરવું તે સુલભ છે પણ સરૂનો સંયોગ પ્રમ થવો તે અતિ દુર્લભ છે. મેં રસૈકીની લોલતાથી પ રસનું આસ્વાદન ઘણીવાર કર્યું છે પરંતુ જન્મ મરણને હરણ કરનાર સરૂના વચનામૃતનું પાન કયારે પણ કર્યું નથી. “વિદ્વાન પ્રાણી પણ ગુરૂ મહારાજના યોગ વિના સમ્યક્તત્વને જાણી શકતા નથી. શુદ્ધ નેત્રવાન મનુષ્ય પણ અંધકારમાં દીપક વિના જોઇ શકતો નથી તેમ વિદ્વાન પ્રાણી પણ ગુરૂ મહારાના યોગ વિના સમ્યક્તત્વને જાણી શકતા નથી. સંસારના અસાર સુખને મેળવવાને માટે પ્રાણી જેટલો પ્રયત્ન કરે છે તેટલો પ્રયત્ન જો જન ક્રિયામાં કરેતો તે જરૂર અંતર નિવૃતિને પામે. હે મુનિરાજ ! નાના પ્રકારના દુઃખ સમુહ વડે વ્યાત એવા સાંસારિક સુખથી હવે-જેમ સુધાતુર પ્રાણીને પરમાબ (લીર) ની પ્રાપ્તી થાય ત્યારે તે વિષમિશ્રીત ભોજનથી વિરામ પામે તેમ-હું વિરામ પાવ્યો છું. આજ સુધી જિન ધર્મ વર્જિતપણે મેં જે પુષ્કળ પ્રયાસ કર્યો છે તેનો વિચાર કરતાં હવે મને બહુજ દુખ ઉત્પન્ન થાય છે-માટે હવે બિન વિલંબે ભવ સુમદ્રમાં પ્રવહણ તૂલ્ય, પાપને હરનાર અને મોક્ષને આપનાર