________________
૩૩
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ન શાસનમાં હંમેશા સાધુધર્મ જ પ્રધાન છે એ પામી શકે એવી તાકાત ન હોય તો એ તાકાત કેળવવા માટે પ્રયત્ન કરીને પણ સાધુધર્મ પામવા માટે જ દેવ, ગુરૂ અને ધર્મની ઉપાસના રૂપે શ્રાવક ધર્મ કહેલો છે. જો એ ધ્યેય ન હોય અને દેવ, ગુરૂ, ધર્મની ગમે તેટલી સુંદરમાં સુંદર રીતે ઉપાસના કરે તો પણ તે જૈન શાસને કહેલો શ્રાવકધર્મ નથી જ. માટે એવી પ્રરૂપણાઓ કરવી-વિચારણાઓ કરવી-વિચારોની આપલે કરવી એ બધું જ આ પ્રરૂપણા મિથ્યાત્વમાં આવી જાય છે. (૨) પ્રવર્તન મિથ્યાત્વ :
મિથ્યાત્વની વૃધ્ધિ થાય એવી પોતે કરણી કરે અને અનેકની પાસે તેવી કરણી કરાવે તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. એટલે કે પોતાની શકિત મુજબ મિથ્યાત્વનો પ્રચાર જોરશોરથી કરવો તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે.
લૌકિક મિથ્યાત્વના પ્રવર્તન કરતાં લોકોત્તર મિથ્યાત્વને પ્રવર્તન કરવામાં સમ્યક્ત્વ દુર્લભ થાય છે. જેમકે ભગવાને સાધુધર્મ અને શ્રાવકધર્મ બે પ્રકારના કહેલા છે. તેને પામવા માટે માર્ગાનુસારીના ગુણો કહેલા છે તે બહુ કઠણ છે. પાલન થઇ શકે એમ નથી. જે મજબુત સત્વશાલી જીવો હોય તેજ પાલન કરી શકે માટે આપણે તો જેટલું થાય તે પ્રમાણે કરવાનું. શકિત મુજબ થાય તે કરવાનું કહ્યું છે. એવો વિચાર કરીને સાધ્વાચાર કે. શ્રાવકાચારથી વિરુધ્ધ પ્રવૃત્તિ કરવી. મંત્ર, તંત્ર, વિદ્યા આદિનો ઉપયોગ ભગવાનના શાસનની આરાધનાની માનતા માનીને કરવી. લગ્નની પ્રવૃત્તિ પાપમય છે. તે નિર્વિબે પૂર્ણ થાય તે માટે સિધ્ધચક્રપૂન આદિ ભણાવવું. અઢાઈ મહોત્સવ વગેરે કરવો. પૂજાઓ ભણાવવી, છોકરો પરીક્ષામાં પાસ થાય એ માટે પૂજા ભણાવવી, આંગી રચાવવી, શરીરમાં કોઇ રોગાદિ થયા હોય તો તે રોગના નાશ માટેનિરોગી બનવા માટે પૂજા પૂજન વગેરે ભણાવવા તે દરેક પ્રવૃત્તિઓ પ્રવર્તન મિથ્યાત્વ રૂપે ગણાય છે. આ રીતે સંસારની વૃધ્ધિના હેતુથી