________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૧
એવી આર્હતી દીક્ષા, હે મુનિ પુંગવ ! મને શિઘપણે આપો. પ્રાયે બહૂલ કર્મી જીવોને ધર્મમાં પણ અનેક અંતરાયો આવી પડે છે તેથીજ પ્રાજ્ઞ પુરૂષોએ કહ્યું છે કે- ધર્મસ્ય ત્વરિતા ગતિઃ એટલે ધર્મની શિઘ્ર ગતિ છે. આ પ્રમાણના અતિ ઉત્કટ સંવેગવાન્ તે તદ્ભવિસિદ્ધ જીવે તરતજ મુનિ મહારાજની સમીપે ચારિત્ર અંગીકાર કર્યું અને જેમ શ્લેષ્માદિ મલીન પદાર્થોને તજી દે તેમ સંસાર વાસને તજી દીધો. અપ્રમત્તપણે નિરંતર સાધુ ધર્મને આરાધીને સમગ્ર કર્મોનો ક્ષય કરી તેજ ભવમાં મુકિત પુરીનો અધિકારી થયો.
આ પ્રમાણે પાપ કર્મો વડે પ્રાયે નર્ક અને તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કરતાં અને કોઇક વખત અજ્ઞાન કષ્ટ વડે મનુષ્ય અને દેવગતિમાં પણ ઇ આવતાં, ભાગ્યહીન પ્રાણી જેમ સ્વર્ણ નિધિને ન પામે તેમ-અભવ્ય પ્રાણી અનંતકાળે પણ અવ્યય સુખને પ્રાપ્ત કરી શકતો નથી, દુર્વ્યવ્ય જીવ અનંત કાળ પર્યંત પરિભ્રમણ કરીને પ્રાંતે મોક્ષ સુખ પામે છે, ભવ્ય જીવ સાત આઠ ભવે મોક્ષ પામે છે, આસત્રસિદ્ધિ ત્રણ ભવે મોક્ષ પામે છે અને તદ્ભવસિદ્ધિ તેજ ભવે મોક્ષને પ્રાપ્ત કરે છે. એ સઘળામાં મોહનો ભેદ કરવાની તરતમતાજ મુખ્ય હેતુભૂત છે. જે પ્રાણીને જેટલો મોહ હોય તેટલો તેને સંસાર સમજ્યો. એટલે મોહના ચય અપચય-વૃદ્ધિ હાની પ્રમાણે સંસારનું વધવા ઘટવાપણું જાણવું-તેથી સુખના સંદોહને રોાર, પાપ કર્મને અંકુરા ઉપજાવનાર અને આત્મ બ્રહ્મનો દ્રોહ કરનાર મોહને, શિવાર્થી પ્રાણીએ સર્વથા તજી દેવો. આ સંસારમાં જે જે પ્રાણીઓ પૂર્વે ભમ્યા છે, આગામી કાળે ભમશે અને હાલમાં પરિભ્રમણ કરે છે તે સર્વે આ મહાબળવાન્ મોહનોજ મહિમા છે.
શતા, પૅશુન્યપણું, ઉન્માર્ગની દેશના, અસત્ય ભાષણ, અત્યંત વિષયાસકિત, મિથ્યાત્વમાં એકાંત નિષ્ટપણું, અર્હત ધર્મની અવજ્ઞા અને સુસાધુનો ઉપહાસ એટલા મહા મોહના ચિન્હો છે એમ જ્ઞાની પુરૂષો કહે છે, માટે હે વત્સો ! મોહ રાજાની દુશ્ચેષ્ટાથી ડરીને તેના ચિન્હોને તજી