________________
૨૯
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
યોગે કાંઇક કર્મવિવર પ્રાપ્ત થવાથી સમ્યક્ પ્રકારે ધર્મનું આરાધન કરતો સતો કેટલેક ભવે સમસ્ત કર્મોને બાળી દઇને તે પ્રાણી સિદ્ધિ સુખને પ્રાપ્ત કરશે.
હવે તે મુનિરાના ઉપદેશને સાંભળી ભવ્ય જીવ બોલ્યો - “અહો પરમકૃપાળુ ! આપનો કહેલો ધર્મ કરવા હું ઇચ્છું છું ખરો પણ હાલ નહીં; સાત આઠ વર્ષ પછી અંગીકાર કરીશ. કેમકે હમણા તો આ સ્ત્રી ગર્ભવતી છે, પુત્ર હજી ભણ્યો ગણ્યો નથી, પુત્રીને હજુ પરણાવી નથી, તેમજ બીજી પણ અડચણો છે તેથી તરતમાં તો હું તે સઘળાને તજી દેવાને સમર્થ નથી.” મુનિરાજે પણ તેને યોગ્ય જીવ જાણ્યો તેથી વળી સાત આઠ વર્ષે આવીને ઉપદેશ કર્યો કે “હે સુજ્ઞ ! હવે આર્હતી દીક્ષાને અંગીકાર કર." સંવેગના રંગવડે તરંગિત થયેલ તે પ્રાણીએ અર્હત ધર્મને તરતજ અંગીકાર કર્યો. તે જીવ સાત આઠ ભવે મુક્તિ પદને પ્રાપ્ત કરશે.
હવે આસત્રસિદ્ધિ મુનિરાજના વચનને સાંભળીને બોલ્યો કે- “અહો દયાસિંધુ ! તમારા વચનો, અમૃતનું પાન કરવા તુલ્ય હોવાથી મને અત્યંત રૂચે છે. પરંતુ હું સ્ત્રી પુત્રાદિક સાથેના પ્રેમ બંધનમાં નિયંત્રિત થયેલો છું તેથી મોક્ષેચ્છુ છતાં પણ ગૃહસ્થપણાને તજ્જાને હાલ તરત સમર્થ નથી. તોપણ ધીમે ધીમે સ્ત્રી પુત્રાદિકના પ્રતિબંધને તજી દઇને આવતા વર્ષમાં આપના કહેવા મુજબ મુનિ ધર્મને અંગીકાર કરીશ.” બીજે વર્ષે મુનિરાજના ઉપદેશની જોગવાઇ મળવાથી સંપુર્ણ શ્રદ્વાવાન્ આસત્રસિદ્ધિ જીવે તેમનીજ સમીપે જૈની દીક્ષા અંગીકાર કરી. સમ્યક્ પ્રકારે ચારિત્ર ધર્મનું આરાધન કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં ઘણા કાળ પર્યત સ્વર્ગના સુખ ભોગવીને એક ભવ મનુષ્યનો કરી તે જીદ્રા મુકિત પુરીનો નિવાસી થશે.
હવે છેલ્લો તદ્ભવસિદ્ધિ જીવ, પુણ્યના માહત્મ્ય વડે ગર્ભિત એવા મુનિરાજના વચનોને સાંભળીને હાથ જોડી આ પ્રમાણે બોલ્યો -