________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પૂરિત વાંસળી પણ હારી જાય છે.” બીજુ દ્રષ્ટાંત -
૨૭
કોઇ રાજાને આમ્રફળ (કેરી) વિશેષ ખાવાથી એકદા અજીર્ણ થવા વડે વિશુચિકા ઉત્પન્ન થઇ. રાજ વૈધે બહુ પ્રયાસવડે તે વ્યાધિ માડ્યો પણ કહ્યું કે “હવે પછી જો કોઇ પણ વખત આમ્રફળ ખાશો તો મૃત્યુ પામશો.” રાજાએ પ્રાણહાનીની ધાસ્તીથી તે વાતનો સ્વીકાર કર્યો. અને પોતાના દેશ બધામાંથી આંબા માત્ર ઉખેડી નંખાવ્યા. એકા મંત્રી સહિત અશ્વ પર બેસીને ફરવા જ્યાં બંનેને અન્ને અપર્ણા અને દૂર દેશમાં લઇ ગયા. ત્યાં બંને અશ્વ થાકી ને ઉભા રહ્યા એટલે તેના ઉપરથી ઉતરી નજીક રહેલા ફળ ભારવડે નીં ગએલા આમ વૃક્ષ નીચે બંને બેઠા. ત્યાં અતિ મનોહર પરિપકવ આમ્રફળને જોઇને રાજાનું ચિત્ત ચળાયમાન થયું, ખાવાની ઇચ્છા વૃદ્ધિ પામી. મંત્રીએ અનેક પ્રકારે તેનું નિવારણ કર્યું, વૈદ્યે કહેલા વચનો સંભારી આપ્યા પરંતુ રાજાએ માન્યું નહીં અને આમ્રફળ ખાધા. જેથી તત્કાળ તે રાજા મૃત્યુ પામ્યો. મરણ પામતી વખત મંત્રીના વચન ન માન્યા સંબંધી, વૈદ્યના વચનની અવગણના કર્યા સંબંધી તથા આમ્રફળ ખાધા સંબંધી ઘણો પશ્ચાતાપ થયો પરંતુ અકાળે પશ્ચાતાપ શા કામનો ? જેવી રીતે એ રાજા માત્ર રસેંદ્રિય ની સહની શાંતીને માટે પોતાનું રાજ સુખને મનુષ્ય ભવ હારી ગયો તેમ આ સંસારમાં મૂર્ખ પ્રાણી સહના ઇંદ્રિય જન્મ સુખની લાલસામાં ગૃહ થઇને સ્વર્ગ મોક્ષાદિના સુખને હારી જાય છે.”
આ બંને દ્રષ્ટાંતનો ભાવ હ્રદયમાં વિચારીને ઉત્તમ પ્રાણીઓએ સહજ માત્ર સુખ દેખાડનારા પરંતુ પરિણામે દુઃખ સમુહમાં દુર્ગંર્ક કરી દેનારા વિષય સુખમાં ન ખુંચતાં નિવૃત્તિ સુખની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો. આ પ્રમાણેના તે મુનિરાજ રૂપ નિર્યામકના વચનો સાંભળીને અભવ્ય હસીને બોલ્યા કે-તે નિવૃત્તિ વળી કેવી છે ? અને તે કોણે દીઠી છે ? તે તો કહો. અહીં તો જુઓ આ સર્વ ઇંદ્રિયોને સુખના આપનાસ