________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
વિષય સુખ ભોગવવાના છે. ઘેબર, ઘી, પક્વાન અને ખજુરાદિ સ્વાદિષ્ટ પદાર્થો ખવાય છે. વજ્ર અને આભરણાદિ સ્વેચ્છાદિથી ધારણ કરાય છે અને કામ ક્રીડા તથા હાસ્ય કુતૂહળાદિવડે સુખે સુખે કાળ નિર્ગમન થાય છે. આ બધામાંથી નિવૃત્તિ પુરીમાં એકે વાનું નથી એવે ઠેકાણે દુઃખ ભોગવવા માટે જ્વાનું કોણ મૂર્ખ કબૂલ કરે.”
૨૮
આ પ્રમાણે એકાંત સુખવાળી સિદ્વિગતિને પણ દુ:ખ રૂપ ગણતો સતો તે અભવ્ય દુર્ગંધથી ભરેલી ખામાં જેમ ભૂંડ આસકત થઇને પડ્યો રહે તેમ વિષયરૂપ કાદવમાં ખુંચ્યો સતો ત્યાંથી નીકળવાની ઇચ્છા પણ ન કરવા લાગ્યો; જેથી આધિ, વ્યાધિ, જરા, જન્મ અને મરણાદિ દુ:ખોવર્ડ ભરપૂર અનંત સંસારમાં તે રાંક પ્રાણી નિરંતર પરભ્રમણ કરવા લાગ્યો. અભવ્યના કહી રહ્યા પછી દૂર્ભવ્ય બોલ્યો કે-પરિણામે હિતકારક એવું તમારૂં કથન હું માન્ય રાખીશ ખરો પણ હાલ નહીં, ઘણા કાળ પછી વાત. હાલતો આ પ્રાપ્ત થયેલા મહા મનોહર વિષય સુખનો ઉપભોગ કરવા ઇચ્છું છું, કેમ કે યૌવન, ધન સંપત્તિ, અનુકૂળ વર્તનારી સ્ત્રી અને નિરોગી શરીર વિગેરે પ્રાપ્ત થયેલું કોણ બુદ્દિવાનૂ તજી દે. યૌવનાવસ્થામાં ધર્મને માટે જે પાંચ ઇંદ્રીઓના સુખને તજી દેવા તે પીલુ પરિપક્વ થાય તે વખતે કાગડાની ચાંચ પાવા જેવું છે. માટે હાલમાં તો હું કોઇ રીતે સાંસારીક સુખને તજ્વા ઇચ્છતો નથી.
આ પ્રમાણેનો દૂર્તવ્યનો ઉત્તર સાંભળીને તે વખત તો નિર્યામક રૂપ મુનિરાજ મૌન રહ્યા. વળી કાળાંતરે તેના ઉપરની કૃપાવડે મુનિ પુંગવે તેને પૂર્વકત પ્રકારેજ ઉપદેશ આપ્યો. કે “હે ભાઇ ! હવે તો તું આ સંસારને છોડ.” તે વખત પણ તે દૂર્ભવ્યે પૂર્વોકત પ્રકારે ઉત્તર આપ્યો. એ પ્રમાણે વારંવાર સાચાખોટા બાનાવડે મુનિરાજને ઠગવાના ઉત્તર આપ્યા કર્યા અને પ્રાયે નર્ક તિર્યંચ ગતિમાંજ પરીભ્રમણ કરવા લાગ્યો. કોઇ વખત મનુષ્યગતિ કે દેવગતિ પણ પામ્યો પરંતુ પગલે પગલે દુ:ખને પામવા લાગ્યો અને કર્મવડે લેપાવા લાગ્યો. એમ કરતાં કરતાં યથાપ્રવૃત્તિકરણને