________________
૨૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
તરીકે ખાસ નિષેધેલું તુચ્છ આમફળ ખાવાથી પોતાના પ્રાણને ગુમાવ્યા તેમ, આ સંસારમાં પણ અત્યંત તુચ્છ એવા ઇદ્રીય ન્ય સુખમાં આસકત થઇને મૂર્ખ પ્રાણીઓ પરભવમાં પ્રાપ્ત થઈ શકે એવા સ્વર્ગ અને અપવર્ગના સુખને હારી જાય છે. માટે અહો ઉત્તમ જીવો ! તમે અત્યંત જુગુપ્સા કરવા યોગ્ય અને તુચ્છ એવા શુક્રાદિ જન્ય વિષય ભોગને તજી દઇને ધર્મનું આરાધન કરો જેથી નિવૃત્તિ સુખની પ્રાપ્તિ થાય.”
એ પંથીનું અને રાજાનું દ્રષ્ટાંત આ પ્રમાણે -
“કોઇક એક દરિદ્વીએ બહુ દૂરદેશમાં જઇને મહા પ્રયાસ વડે એક હજાર રૂપિયા ઉપાર્જન કર્યા. પછી ત્યાંથી સ્વદેશ તરફ આવનારા સાથેની સાથે સ્વદેશ તરફ આવવા નીકળ્યો. મેળવેલા રૂપિયા વાંસળીમાં નાખીને વાંસળી કેડે બાંધી લીધી માર્ગમાં ખોરાકીને માટે એક રૂપિયો વટાવ્યો તેની ૮૦ કાકિણી આવી. તેમાંથી એકેક કાકિણી વડે દરરોજ નિર્વાહ ચલાવવા લાગ્યો. અનુક્રમે પોતાનું નગર સમીપ આવ્યું તેટલામાં ૭૯ કાકિણી વપરાઇ ગઇ. એક બાકી રહી તે છેલ્લા મુકામે ભુલી જવાથી પડી રહી. માર્ગે ચાલતા અર્ધપંથે આવ્યા એટલે સાંભરી. વિચારવા લાગ્યો કે આજે એક કાકિણી માટે બીજો રૂપૈઓ આખો ભાંગવો પડશે તેથી પાછો જઇને ભુલેલી કાકિણી લઇ આવું કેવું ભાર વધારે હોવાથી વાંસળી કોઇક સ્થાનકે પ્રચ્છન્ન પણે ગોપવી, પણતેમ કરતાં કોઇએ દીઠી અને તેના ગયા પછી કાઢી લીધી. કુમક કાંકિણી વાળે સ્થાનકે પહોંચ્યો ત્યાં તપાસ કરતાં કોઇએ તે કાકિણી લઇ લીધેલી હોવાથી મળી નહીં. પાછો આવ્યો ત્યાં પૂર્વ જોનારા માણસે વાંસળી અપહરેલી હોવાથી તેપણ મળી નહીં. ઉભયથી ભ્રષ્ટ થયો એટલે અત્યંત પશ્ચાત્તાપ કરવાલાગ્યો. પણ હવે પશ્ચાત્તાપ કરવાથી શું વળે. તેજ પ્રમાણે આ સંસારમાં મૂર્ણ જીવો સાંસારિક વિષય સુખની તૃષ્ણા રૂપ કાંકિણી મેળવવા જતાં પૂર્વના અપૂર્ણ પુન્યોદયથી તે સુખો પણ સંપૂર્ણ પણે મળતા નથી અથવા પાપોદય હોય છે તો બીલકુલ મળતા નથી અને તેની ઇચ્છાથી ધર્મારાધન કરતો નથી જેથી સ્વર્ગ મોક્ષાદિના સુખરૂપ દ્રવ્ય