________________
૨૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ ભવ્ય બોલ્યો કે - હે ભાઇ ! હમણા તો તમે જાઓ હું કીનારે આવવા ઇચ્છું છું તો ખરો પરંતુ કેટલાક વર્ષ પછી તમારી સાથે આવીશ. નરગતિ નામની તેની સ્ત્રીએ તે વાત મંજૂર કરી.
આસન્નસિદ્ધિ બોલ્યો કે- હે ભાઇ ! હું એક વર્ષ પછી તમારી સાથે આવીશ. તેની સ્વર્ગગતિ નામની સ્ત્રીએ આ કથન યુકત છે એમ કહ્યું.
આ પ્રમાણેના ચારેના ઉત્તરો સાંભળીને તેમજ તેને સંપૂર્ણ સંમત તેમની સ્ત્રીઓના વિચારો જાણીને આવેલા પુરૂષો વિચારવા લાગ્યા કે - અહો ! અહીં આ દંપતિઓનું પ્રકૃતિનું સાહસ્યપણું બહુ આશ્ચર્યકારી દેખાય છે, કેમકે મન-વચન-કાયાવડે તેઓ એકલ હોય તેવા દ્રષ્ટિએ પડે છે. દંપતિનો સંયોગ દૂરથી આવીને મળે છે તે છતાં ગુણરૂપ અને પ્રકૃત્યાદિનું સરખાપણુ જે જણાય છે તેમાં વિધાતાની જ કુશળતા સંભવે છે. આ પ્રમાણે વિચારીને તે ચારે પુરૂષોની ઉપેક્ષા કરી, આવેલા પુરૂષોએ તદુબવસિદ્ધિને પૂછયું કે “કહો હવે તમારો શું વિચાર છે?' તદ્દભવસિદ્ધિ બોલ્યો કે- “અહો નિકારણ બંધુઓ! આ દુરત એવા કષ્ટ સમુદ્રમાંથી બીલકુલ કાળવિલંબ કર્યા સિવાય મને પાર ઉતારો. અહીં જે સુખ કહેવામાં આવે છે તે મધુલિત ખગ ધારાને ચાટવા જેવું છે. આ સ્થાનક અનેક પ્રકારના કષ્ટને આપનારું છે. અને અહીંનું કથન માત્ર સુખ પણ બહુજ તુચ્છ છે.” આ પ્રમાણેની પોતાના પતિની ઉકિતને સાંભળીને હર્ષ પામી સતી સિધ્ધિગતિ નામની તેની સ્ત્રી બોલી કે – “હે પ્રાણેશ ! મને પણ એમજ રૂચે છે.” પછી તે માણસોની સાથે નાવમાં બેસીને પોતાની સ્ત્રી સહીત તદ્ભવસિધ્ધિ, સુવિત્ત નામના સાંયાત્રીકની સમીપે આવ્યો. તેને પોતાનો વૃત્તાંત કહી બતાવ્યો અને તેની સાથે વહાણમાં બેસીને સમુદ્રનો પાર પામ્યો. ત્યાં પોતાના સ્વજનવર્ગને મળ્યો અને ચિરકાળ પર્યત સુખનું ભાન થયો.
આ પ્રમાણેની કથા કહીને ભગવંત બોલ્યા કે - હે વત્સો આ દ્રષ્ટાંત જે મેં તમને કહી સંભળાવ્યું તેનો સમ્યક પ્રકારનો ઉપનય હવે હું કહું