________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૩
સ્થાનક બીજું શું કહેવાય ? માટે આમાં ખુશી થવા જેવું કિંચિત્ પણ નથી. આ પ્રમાણેના ભાવને ધારણ કરતા પોતપોતાના નિવાસ સ્થાનરૂપ વૃક્ષની ઉપર “ભાંગેલા વહાણના ઉતારૂં અહીં છે' એવી નિશાની સૂચવનારા. નિશાનો બાંધીને તેઓ રહેવા લાગ્યા.
એકદા સુવિત્ત નામનો કોઇ વહાણવટી તે રસ્તે નીકળ્યો. તેણે પૂર્વોકત નિશાનીઓ જોઇને આ દ્વીપમાં કોઇક ભગ્નપોતના ઉતારૂઓ છે એમ જાયું એટલે મા કૃપાળુ હૃદય હોવાથી તેણે નાવ મૂકીને પોતાના માણસોને તેઓને લેવા માટે મોકલ્યા. તેઓએ કીનારે ઉતરીને પાંચે જાઓને સુવિત્ત નામના સાંયાત્રિકે તેડવા મોકલ્યાની હકીકત કહી બતાવી અને કહ્યું કે “મહા દુઃખના સ્થાનભૂત આ દ્વીપમાં રહીને તમે ફોકટ વિનાશ ન પામો અને અમારી સાથે ચાલો, જેથી અમારા પ્રવાહમાં બેસારીને તમને તત્કાળ આ સમુદ્રનો પાર પમાડીએ.” તેડવા આવેલ માણસના આ પ્રમાણેના વચનો સાંભળીને અભવ્ય બોલ્યો કે - “કહે ભાઇ ! અહીં દુ:ખ શું છે ? જો અહીં સ્વયંસિદ્ધ એવું આ વૃક્ષરૂપ ઘર છે. અને અમે સુખે કરીને પુષ્પ ફળાદિનું ભોજન મેળવીએ છીએ. વળી હમણા આ વૃક્ષો પણ બધા પલ્લવીત થયા છે. આ હૃદયને આનંદ આપનારી પ્રિયા નિરંતર સમિપે રહેનારી છે. આ કરતાં સમુદ્રનો પાર પામ્યા પછી અમને વધારે સુખ શું પ્રાપ્ત થવાનું છે ? માટે જીવીતના સંદેહવાળા જળ માર્ગમાં હવે શા માટે પ્રસ્થાન કરીએ. આ દ્વીપ મહા શોભનીક છે માટે હું અહીંથી તમારી સાથે કદી પણ આવવાનો નથી.” આ પ્રમાણેના તેના વચનો તેની નરકગતિ નામની સ્ત્રીએ પણ હર્ષિત થઇને માન્ય કર્યા. | દુર્ભવ્ય બોલ્યો કે- હું સમુદ્રનો પાર પામવા માટે તમારી સાથે આવીશ ખરો પણ હમણા નહીં. ઘણા કાળ પછી આવીશ. તેની તિર્યંગુ ગતિ નામની સ્ત્રીએ પણ એ વાતને અનુમોદન આપ્યું અને બોલી કે હે નાથ ! તમે બરાબર કહ્યાં છે.