________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૨૧ પુત્રી સિદ્ધિગતિને તદુભવસિદ્ધિ પરણ્યો. આ પ્રમાણે પાંચને પોતપોતાને યોગ્ય કન્યાઓ પ્રાપ્ત થઇ-ત્યારથી વધુવરને ઉચિત સ્નેહ સંબંધવડે પ્રીતિ યુકત મનવાળા થઇને તેઓ રહેવા લાગ્યા અને મહામોદાદિ પણ સ્નેહની બહુળતા હોવાથી પોતાના જમાઇની પાસે જ રહેવા લાગ્યા. અભવ્યાદિક પાંચેએ પોતાની વલ્લભાઓની સાથે સુખ ભોગવતા સતા એ પ્રમાણે બહુ કાળ નિર્ગમન કર્યો.
એકદા દ્રવ્યોપાર્જન કરવા માટે સર્વ સામગ્રી તૈયાર કરી, અનેક પ્રકારના કરિયાણા લઇને, પોતપોતાની સ્ત્રીઓ સહિત, અનેક જાતીના કૌતુક મંગળાદિ કરીને સારે દિવસે શુભ મુહુર્ત ઉત્સાહ સહીત તે પાંચે પુરૂષોએ જુદા જુદા પાંચ વહાણમાં બેસી રત્નદ્વીપ તરફ પ્રયાણ કર્યું. તે વહાણો અતિ વેગવડે સમુદ્રમાં ચાલતાં જ્યારે મધ્ય સમુદ્રમાં પહોંચ્યા તેવામાં એકાએક આકાશમાં જાણે તેઓના દુર્ભાગ્ય ચડીને આવ્યા હોય તેમ વાદળાઓ ચડીને આવ્યા. ઊલ્કાપાતની જેવા વિજળીના ઝબકારા થવા લાગ્યા, ઊક્તિ ગર્જારવના નિર્ધાત થયા અને એક બીજાને દેખી ન શકાય તેવો ગાઢ અંધકાર સર્વ આકાશમાં વ્યાપી ગયો. તે વખતે વહાણમાં બેઠેલા ઉતારૂઓએ જીવીતવ્યની આશા છોડી દીધી. તેમાંથી કેટલાક આભવ પરભવમાં હિતકારી એવું દેવ ગુરૂનું સ્મરણ કરવા લાગ્યા. અને કેટલાક કાયર મનુષ્યો દ્રવ્ય, પુત્ર અને કળશાદિક ના મોહમાં વ્યામૂઢ થયા સત્તા મૃત્યુને પાસે આવેલું જોઈ મુછિત થઇને ઢળી પડ્યા. તે વખતે મુશળ જેવી પાણીની ધારાવ: વર્ષાદ વરસવા લાગ્યો, અને તત્કાળ તેઓના દુર્ભાગ્ય યોગથી વહાણ જળવડે પૂરાઈ ગયું. પ્રાંતે પુણ્યહીન પ્રાણીના મનોરથ જેમ ભગ્ન થાય તેમ પાંચે વહાણો તરતજ ભગ્ન થઇ કથાશેષ થઇ ગયા. તે વખતે વહાણમાં બેઠેલા સર્વ લોકો સમુદ્રમાં કર્મના યોગથી હાહારવ કરતા તેજ ક્ષણે જળશરણ થઇ ગયા. ભવતવ્યતાના યોગથી અભવ્યાદિ પાંચે પુરૂષોને પોતપોતાની સ્ત્રી સહીત એકેક પાટીયું પ્રાપ્ત થયું. તે પાટીઆની સાથે તેઓ સજોડે વળગી પડ્યા. સમુદ્રના