________________
૧૯
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વચન-કાયાથી ચેષ્ટા તેને અનુસરતી જ હોય છે. ને જેટલો મોહ હોય છે તેને તેટલોજ સંસાર હોય છે. સંસારનો ચયને ઉપચય-વૃદ્ધિને હાની મોહના વધારા ઘટાડા ઉપર આધાર રાખે છે. પ્રાણીને સંવેગ રંગની ઉત્પત્તિ તેના પૂર્વકૃત કર્મને અનુભાવે થાય છે. તે ઉપર પાંચ જીવોનું નિદર્શન કર્યું છું તે સાંભળો -
અનેક અનુભવોવડે સંકીર્ણ સંસારપુર નામના પતનમાં જેમના માતા-પિતા કથાશેપ થયેલા છે એવા પાંચ કુળપુત્રો વસે છે. તેમના (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભવ્ય (૪) આસન્ન સિદ્ધિ અને (૫) તદુભવ સિદ્ધિ એવા અનુક્રમે પૃથક્ પૃથક્ નામ છે. તે સંસારરૂપ પતનમાં પાંચ નગરીઓ તના શાખાપૂર જેવી છે. તેનાં નરકપૂરી, તિર્યંગપૂરી, મનુષ્યપૂરી, સ્વર્ગપૂરી અને સિદ્ધિપૂરી એવાં જુદા જુદા નામ છે. તે પાંચ નગરીમાં મહામોહ, અતિમોહ, સંમોહ, મોહ અને ક્ષીણમોહ નામના પાંચ સાર્થવાહ વસે છે. તે પાંચને અનુક્રમે નરગતિ, તિર્યગૂગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિ નામે પાંચ પુત્રીઓ છે. તે પાંચે સાર્થવાહ પોતપોતાની પુત્રીઓને લઇને તેને ઉચિત વર શોધવા માટે સંસારપુર પત્તને આવ્યા.
ત્યાં તે અભવ્યાત્રિકોને અંદર અંદર ધર્મ વિચાર કરતા દેખીને તેઓ શું બોલે છે તે સાંભળવા માટે તે પાંચે સાર્થવાહ તેમની નજીક આવીને બેઠા.
પ્રથમ અભવ્ય બોલ્યો - “અરે ભાઇઓ ! આ સંસારમાં પુય, પાપ તે બંનેના ફળ, પરભવ અને કર્મનો બંધ કે મોક્ષ કાંઇ પણ નથી. કર્મબંધની બુદ્ધિએ કરીને શિત-ઉષ્ણાદિ પરિસહ, આતાપના, કેશલોચ અને મલ ધારા વિગેરે વ્યથા જેઓ ભોગવે છે તેમને તે માત્ર કાય કલેશને અર્થેજ થાય છે. તેનું કાંઈ બીજું ફળ મળવાનું નથી. સુધા સહન કરવી તે મૃત્યુને માટે થાય છે, તપકર્મભોગવંચના માટે છે, દેવ પૂજાદિ ઘાની માટે થાય છે અને મૌન ધારણ કરવું તે પ્રત્યક્ષ દાંભિકપણું જ છે. ધૂર્ત લોકો ધર્મ કથાનું વ્યાખ્યાન મુગ્ધ લોકોને ઠગવા માટે જ કરે છે.