________________
૧૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
તરીકે કહેવાય છે. જેમ મરૂદેવા માતા જેવા જીવો પણ હોઇ શકે છે. આ મરૂદેવામાતાનો જીવ અવ્યવહારરાશીમાંથી એકેન્દ્રિયપણામાં આવ્યા અને ત્યાંથી મનુષ્યપણામાં આવી મોક્ષે ગયા આવા જીવો અવ્યવહારરાશીમાં અનંતા હોય છે. મરૂદેવા માતા જેવા જીવો પાંચ ભારત અને પાંચ ઐરવતમાં અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી કાળ પછી પેદા થતાં હોવાથી અચ્છેરા રૂપે ગણાય છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તો આવા જીવો અનેકવાર ઉત્પન્ન થયા જ કરે છે માટેત્યાં અચ્છેરા રૂપે ગણાતા નથી. આથી અવ્યવહાર રાશીમાં રહેલા આવા જીવોને લઘુકર્મી ભવ્ય જીવો કહેવાય છે.
વ્યવહાર રાશીમાં છ પ્રકારના જીવોમાંથી પાંચ પ્રકારના જીવો હોય છે. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મી ભવ્ય જીવો (૪) લઘુકર્મી ભવ્ય જીવો અને (૫) દુર્લભબોધિ જીવો હોય છે પણ જાતિ ભવ્ય જીવો હોતા નથી. બીજી રીતે પાંચ પુરૂષની કથાનું વર્ણન કરાય છે.
પાચ પુરૂષ કથા શ્રી આદીશ્વર ભગવંતે જ્યારે પોતાના ૯૮ પુત્રોને સંસાર ત્યાગ કરવા સંબંધી ઉપદેશ કર્યો અને કષાયાદિવડે બાંધેલા કર્મોનો વિપાક બતાવ્યો ત્યારે તેઓ બોલ્યા કે “હે સ્વામી ! આપ તો કર્મનો વિપાક આવો દુઃખકારક બતાવો છો અને અમને તો સ્ત્રી પુત્રાદિકના પ્રેમનો પાસ મહા દુત્યજ લાગે છે, એક બાજુ દુર્જય એવો મોહ છે અને બીજી બાજુ મહાભયંકર સંસાર છતાં તે તજી શકાતો નથી તેથી અમને તો એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી જેવો ન્યાય પ્રાપ્ત થયો છે. હવે અમારે શું કરવું ?” ભગવંત બોલ્યા : “હે વત્સો ! સંસારમાં રહેલું વિષયજન્ય સુખ મહાતુચ્છ તેમજ અનિત્ય છે. અને તેના ત્યાગથી પ્રાપ્ત થનારૂં મોક્ષસુખ અનંત અને શાશ્વત છે આ સંસારમાં શુભ અને અશુભ ગતિમાં જનારા જીવોની મન