________________
૧૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પરિણામોને આ જીવો પામી શકે છે તે આગળ કહેવાશે. (૬) દુર્લભબોધિ ભવ્ય જીવો ઃ
જે ભવ્ય જીવો લઘુકર્મીતાને પામી ક્ષયોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે તે ક્ષયોપશમ સમકીતના કાળમાં હેય પદાર્થ એટલે છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ રહેલી હોય છે તથા ભગવાને જે કહ્યું છે તે જ સાચુ છે અને શંકા વિનાનું છે. આવા પ્રકારની બુધ્ધિ સદા હોતે છતાં નિકાચીત મિથ્યાત્વના ઉદયના પ્રતાપે કોઇ પદાર્થ પ્રત્યે ભગવાને કહ્યું તે આ બરાબર નથી આવી બુધ્ધિની જે પક્કડ થઇ જાય અને તે પક્કડના પ્રતાપે હું જે કહું છું એજ સાચું છે આવા પ્રકારના પરિણામના પ્રતાપે સમ્યક્ત્વ ચાલ્યું જાય અને મિથ્યાત્વનો ઉદયકાળ ચાલુ થાય છે અને તે પોતાની બુધ્ધિની પક્કડ અનુસાર પદાર્થની પ્રરૂપણા કરે તે દુર્લભ બોધિ જીવો કહેવાય છે. જેમકે જ્વાલીનો જીવ “કડે માને કરે” આ વચનના પ્રતાપે જે કરાતું હોય તે થઇ ગયું કહેવાય જ નહિ. કરાતું હોય તે થઇ રહ્યું છે એમ જ કહેવાય. એક આટલા પદાર્થની પક્કડથી સમકીત ગયું-મિથ્યાત્વ આવ્યું અને પાંચસો શિષ્યો છોડીને ચાલતા થયા. જેમ કોઇ ઘરેથી મુંબઇ જ્વા નીકળ્યા હોય અને હજી મુંબઇ ન પહોંચ્યા હોય છતાં કોઇ પૂછે કે કયાં ગયા તો શું કહેવાય ? મુંબઇ ગયા છે પણ હજી સ્ટેશને પહોંચ્યા હશે. ગાડીમાં પણ બેઠા હશે છતાં શું કહેવાય એવી ? જ રીતે સાધુ સંથારો પાથરતો હતો અને છેલ્લે પથરાતું હતું છતાં કીધું પધારો સંથારો પથરાઇ ગયો છે. તેમ ભગવાને જે કહ્યું છે તે સાચું હોવા છતાં માલી તે વખતે સાધુને કહે છે. જુઠ્ઠુ બોલ્યા મિચ્છામિ દુક્કડં આપો. સાધુ કહે છે અમે મગવાને કહેલું કહીએ છીએ છતાં માનતા નથી. ભગવાન પણ આ વાત બરાબર કરતાં નથી એમ સમજાવવા લાગ્યા પાંચસો શિષ્યોએ સમજાવવા પ્રયત્ન કર્યો. ન સમજ્યા તો પાંચસો જ્વાલીને છોડીને ભગવા પાસે ચાલ્યા ગયા. પછી જમાલી ભગવાનની દીકરી સાધ્વી સુદર્શનાશ્રીજી થી