________________
૧૫
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એટલે મોક્ષની રૂચિ થઇ જ જાય એવો નિયમ હોતો નથી. ઘણાંય લઘુકર્મી જીવો એવા હોય છે કે સન્નીપણું પામે-મનુષ્યપણું પામે-આર્યદેશમાં જન્મ પામે પણ મોક્ષની રૂચિ પેદા થાય એવી સામગ્રી પણ ન મળે માટે તેઓ સંસારમાં રખડ્યા કરે છે. જ્યારે મોક્ષની રૂચિ પેદા થાય એવી સામગ્રી મલે ત્યારેજ તે યોગ્યતા પેદા થઇ શકે છે. કેટલાક ભવ્ય જીવોને લઘુકર્મી થતાંની સાથે સામગ્રી મલે-કોઇને પછી મલે અને કોઇક જીવોને છેલ્લે મોક્ષ જ્વાના ભવેપણ મલે માટે તે લઘુકર્મી નથી એમ કહેવાય નહિ. યોગ્યતાનો કાળ ચાલુ થઇ ગયો છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ આવા લઘુકર્મી આત્માઓ કે જેમનું ભવ્યત્વ ખીલી શકે એવી યોગ્યતાવાળા જીવો દેશના સાંભળવા આવેલા હોય તે ભવ્ય જીવોને ઉદ્દેશીને જ દેશના આપે છે. બાકીના જીવોને ઉદ્દેશીને દેશના આપતા જ નથી. આ જીવો સંસારમાં રખડપટ્ટી કરે તો પણ તેઓનો મિથ્યાત્વનો ઉદયકાળ એવા પ્રકારે જ પરિણામ રૂપે ચાલતો હોય છે કે જેથી તેઓ સંસારમાં અર્ધપુગલ પરાવર્તકાળ કરતાં અધિક રખડે જ નહિ. માટે નમ્રુત્યુણમમાં કહ્યું છે કે ભગવાન નાથ છે ? કોના ? જે જીવોનું તથા ભવ્યત્વ ખીલી શકે એવી યોગ્યતાવાળા ભવ્ય જીવો હોય છે તેોના જ ભગવાન નાથ બને છે. નાથ બનવાવાળામાં બે ગુણો જોઇએ છે. (૧) યોગ અને (૨) ક્ષેમ. મોક્ષ માર્ગનો યોગ કરાવી આપવો એટલે અત્યાર સુધી જે ભવ્ય જીવોને જેનો યોગ થયો નથી એનો યોગ કરાવી આપવો અને જેને યોગ થયેલો હોય છે તે જીવો તે યોગને સારી રીતે ટકાવી રાખે તો તે મોક્ષને પ્રાપ્ત કરાવી આપે તેને ક્ષેમ કહેવાય છે. આ યોગ્યતા લઘુકર્મી ભવ્ય જીવોમાં હોવાથી ભગવાન તેઓના નાથ બને છે બાકીના જીવોના નાથ બનતા નથી.
*
આ લઘુકર્મી આત્માઓજ પોતાના મિથ્યાત્વની મંદતા કરીને ગ્રંથીને ઓળખીને ગ્રંથી ભેદની પ્રક્રિયા કરી સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિ કરી પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે એટલે કે આગળના ગુણસ્થાનકોના