________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૩
આથી આ જીવો પણ નિયમા પાપાનુબંધી પુણ્ય બાંધે છે પણ પુણ્યાનું બંધી પુણ્ય બાંધી શકતા નથી.
આ દુર્ભવ્ય આત્માઓનો કાળ પાકે એટલે એક પુદ્ગલ પરાવર્તકાળસંસાર કે ઓછો સંસારકાળ બાકી રહે ત્યારે જરૂર દુર્ભવ્ય મટીને ભારેકર્મી ભવ્ય કે લઘુકર્મી ભવ્ય બની શકે છે. આથી એમ કહેવાય છે કે દુર્ભવ્ય જીવો પોતાનો કાળ પૂર્ણ કરી લઘુકર્મી બની અવશ્ય મોક્ષે જશે અર્થાત્ મોક્ષને પામશે. (૪) ભારેકર્મી ભવ્ય જીવો :
જે ભવ્ય જીવોનો સંસાર એક પુદગલ પરાવર્તકાણ કરતાં કાંઇક ન્યૂન એટલે કે એક ભવ આદિ ધૂન અને અર્ધપુદ્ગલ પરાવર્તકાળ કરતાં કાંઇક અધિક કાળ સંસારમાં પરિભ્રમણનો બાકી હોય તેવા ભવ્ય જીવોને ભારેકર્મી ભવ્ય જીવો કહેવાય છે. આ ભવ્ય જીવોનું મિથ્યાત્વ પણ ગાઢ હોય છે. જ્યાં સુધી આ સ્થિતિ રહેલી હોય છે ત્યાં સુધી આ જીવોને પણ. મોક્ષની રૂચિ-મોક્ષનો અભિલાષ પેદા થઇ શકતો નથી માટે આ જીવો પણ સન્નીપણાને પામી મનુષ્ય જન્મ-ધર્મ સામગ્રી સંપન્ન અનંતી વાર પ્રાપ્ત કરે તો પણ અનુકૂળ પદાર્થોના રાગની ગ્રંથીને ઓળખવાનું મન પણ થતું નથી અને તે માટે જ નિરતિચારપણે શ્રાવકધર્મ કે સાધુધર્મનું પાલન કરી નવમા સૈવેયકના સુખને પ્રાપ્ત કરે છે અને તે પાલનથી અનુકૂળ પદાર્થોની જ ઇચ્છા હોવાથી-મેળવવાની તમન્ના હોવાથીપાપાનુબંધિ પુણ્ય જ ઉપાર્જન કરતા જાય છે. જ્યાં સુધી ભારે કર્મીતા રહેલી હોય છે ત્યાં સુધી શ્રી તીર્થંકર પરમાત્માઓ તેમને ઉદ્દેશીને દેશના આપતા નથી. શ્રી તીર્થંકર પરમાત્માઓના સમવસરણમાં ત્રણસો ત્રેસઠ પાખંડીઓ હંમેશા હાજર હોય છે. તેમની સીટ આગળ હોય છે. તેઓમાંથી કોઇ ન આવે તો તે સીટ ખાલી રહે છે. પણ બીજો કોઇ ત્યાં બેસવા પ્રયત્ન કરતો નથી કારણકે આ જીવો નિયમા ભારેકર્મી ભવ્ય જીવો હોય છે. તેઓ દેશના સાંભળીને-ફાવતું ગ્રહણ કરીને-પોત પોતાના પુણ્યોદય