________________
૧ર
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ પામે તો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો પામી શકે છે અને ઉત્કૃષ્ટથી શ્રુત જ્ઞાનનો ક્ષયોપશમભાવ પામે તો સાડા નવપૂર્વ સુધીના જ્ઞાનને પામી શકે પણ તે જ્ઞાન પોતાના આત્માને માટે અજ્ઞાન રૂપે પરિણામ પામે છે. (૩) દુર્ભવ્ય જીવો :
જે ભવ્ય જીવોનો સંસારકાળ એક પુદગલ પરાવર્ત કરતાં એક ભવ-બે ભવ-સંખ્યાતા ભવો-અસંખ્યાતા ભવો કે અનંતા ભવો રખડપટ્ટીના બાકી હોય તે ભવ્ય જીવોને દુર્ભવ્ય જીવો કહેવાય છે. આ ભવ્ય જીવો પણ
જ્યાં સુધી આ સ્થિતિમાં રહેલા હોય છે ત્યાં સુધી મોક્ષનો અભિલાષ પેદા થઇ શકતો જ નથી. આ જીવો પણ સન્નીપણાને પામી-મનુષ્યપણું પામી ધર્મસામગ્રી સંપન્ન મનુષ્ય જન્મને અનંતીવાર પ્રાપ્ત કરી શકે છે. ખુદ તીર્થકર પરમાત્માને પામીને દેશના પણ સાંભળી શકે છે. પણ આ જીવોને દુર્ભવ્યપણાના પરિણામને કારણે એ દેશના પરિણામ પામતી જ નથી. તેમાંથી ફાવતું પકડીને કેવી રીતે આ ધર્મથી સંસારીક અનુકૂળ સામગ્રી વધારે મલે એજ લક્ષ્ય હોવાથી નિરતિચારપણે સંયમનું પાલન કરી અનંતીવાર નવમા સૈવેયકના સુખને મેળવે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. આ જીવોનું મિથ્યાત્વ ગાઢ જરૂર હોય છે પણ અભવ્ય જીવોના જેવું ગાઢ હોતું નથી પણ કાંઇક મંદતા રૂપે હોય છે. કારણકે આ જીવોને મોક્ષ પ્રત્યે અભવ્ય જીવોની જેમ અત્યંત વેષ બુધ્ધિ કદી હોતી નથી. જ્યાં સુધી દુર્ભવ્ય રૂપે રહેલા હોય છે ત્યાં સુધી મોક્ષની રૂચિ ન થાય-મોલ માટે ધર્મ કરવાની ભાવનાય પેદા ન થાય અને અનુકૂળ સામગ્રીને જ આ જીવો સર્વસ્વ સુખરૂપે માને છે એ સુખ સિવાય બીજા સુખને જાણવાની જિજ્ઞાસા પેદા થતી જ નથી. આ જીવો પણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ લઇને આવ્યા હોય તો પણ સાડાનવપૂર્વ સુધી જ જ્ઞાન ભણી શકે છે. દેશના લબ્ધિ પણ પેદા કરી શકે છે. અનેક લઘુકર્મી આત્માઓને માર્ગે ચઢાવી મોશે પહોંચાડે પણ પોતાના આત્માના માટેની વિચારણા થતી જ નથી.