________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
૧૭ બોધ પામ્યા અને ભગવાન પાસે આવી માફી માંગી તો જેટલાકાળ સુધી સમજ્યા નહિ તેટલા કાળ સુધી દુર્લભ બોધિપણું ગણાય છે. તેનાથી જમાલીનો જીવ પંદર ભવ સંસારમાં રખડ્યા પછી મોક્ષે જશે. એવી જ રીતે રોહગુપ્તાચાર્ય જમણે ત્રણ રાશીનો મત ચાલુ કર્યો જીવ-અજીવ અને નોજીવ એ ત્રિરાશીવાળા પણ દુર્લભબોધિ ગણાય છે. આ રીતે ભગવાનના શાસનમાં જેટલા નિન્દવો પાકયા તે બધા નિયમા સમકીત પામી નમીને મિથ્યાત્વે આવી દુર્લભબોધિ થયેલા જીવો ગણાય છે. આ જીવો સંસારમાં સંખ્યાતા ભવો-અસંખ્યાતા ભવો કે અનંતા ભવો પણ કરે છે અને જ્યાં સુધી દુર્લભ બોધિપણામાં રહેલા હોય છે ત્યાં સુધી અનંતી વાર મનુષ્ય જન્મ પામી ધર્મની આરાધના કરી નવમા સૈવેયકના સુખને પામે પણ મોક્ષમાર્ગને પામી શકતા નથી. જ્યારે દુર્લભબોધિપણું નાશ પામે પછી જ ભગવાનના શાસનના માર્ગને પામી શકે છે. આ રીતે છ પ્રકારના જીવોનું સામાન્યથી વર્ણન થયું.
અવ્યવહાર રાશીમાં આ છ પ્રકારના જીવોમાંથી (૧) જાતિભવ્ય (૨) અભવ્ય (૩) દુર્ભવ્ય (૪) ભારેકર્મી ભવ્ય અને (૫) લઘુકર્મીભવ્ય જીવો એમ પાંચ પ્રકારના જીવો હોય છે.
અવ્યવહાર રાશીમાં સદા માટે જાતિ ભવ્ય જીવો તો હોય જ છે. અભવ્ય જીવો પણ હોય જ છે. જે ભવ્ય જીવોનો સંસાર એક પુદ્ગલ પરાવર્તથી વધારે કાળવાળો હોય એવા ભવ્ય જીવો પણ જન્મ મરણ કરતાં કરતાં કાળ પસાર કરી ઓછાકાળ વાળા થાય છે. માટે દુર્ભવ્ય જીવો પણ હોઇ શકે છે. તેવી જ રીતે કેટલાક ભવ્ય જીવો એક પુદ્ગલ પરાવર્તકાળમાં આવી ગયેલા હોય અને જન્મ મરણ કરતાં હોય છે. એવા ભારેકર્મી ભવ્ય જીવો પણ હોય છે. તથા કેટલાક ભવ્ય જીવો જન્મ મરણનોકાળ પસાર કરતાં કરતાં અર્ધપુદ્ગલ પરાવર્તકાળ કે એથી ઓછા કાળવાળા પણ બનેલા હોય અને યાવત્ છેલ્લા બે ભવો બાકી રહે અને વ્યવહાર રાશીમાં આવે એવા પણ હોય તે બધા લઘુકર્મી ભવ્યાત્મા