________________
રર
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
અતિ ઊછળતા જળ કલ્લોલમાં આમ તેમ અથડાતા, પીડાતા અને અનેક પ્રકારના જળચર જીવોથી ભક્ષ કરતા તે પાંચે પુરૂષો સાત દિવસે પોતપોતાની સ્ત્રીઓ સહીત કંથારી કુડંગ નામના દ્વીપને કિનારે નીકળ્યા.
સમ દુઃખવાના પાંચે એક સ્થાનકે સાથેજ નીકળવાથી ખુશી થયા અને હજુ આપણું પુન્ય જાગૃત છે એમ પરસ્પર કહેવા લાગ્યા. વસ ન હોવાથી લજાતા અને રહેવા યોગ્ય સ્થાનક શોધવા માટે તે દ્વીપમાં ભટકતા તે પાંચે જણાઓને ઘરની આકૃતિવાળા પાંચ વૃક્ષો નજરે પડ્યા. તેમાં કૌવચના વૃક્ષની નીચે અભવ્ય પોતાની નરકગતિ નામની સ્ત્રી સહિત હર્ષિત થઇને રહ્યો. કંથારી વૃક્ષની નીચે દુર્ભવ્ય પોતાની તિર્યગુગતિ નામની સ્ત્રીને ' લઇને રહ્યો, બદ્રી વૃક્ષની નીચે ભવ્ય પોતાની નરગતિ નામની સ્ત્રીને લઇને રહો, ઉંબરાના વૃક્ષની નીચે આસન્નસિદ્ધિ પોતાની સ્વર્ગગતિ નામની સ્ત્રીને લઇને રહ્યો અને કરણીસાર વૃક્ષની નીચે તદ્ભવસિદ્ધિ પોતાની સિદ્ધિગતિ નામની સ્ત્રીને લઇને રહો. આશ્રય સ્થાન મળી જવાથી કાંઇક નિવૃત્ત થયેલા તે પાંચે દંપતિઓ કોઇક ખાબોચીયાઓમાં ભરાઇ રહેલું ખદિરજળ બહુ તૃષાતુર હોવાથી પીવા લાગ્યા અને સુધાતુર થવાથી કપિથ્યાદિકના ફળો ખાઇને પોતાની સ્ત્રીઓ સહીત પ્રાણ વૃત્તિ કરવા લાગ્યા.
તેમાંનો અભવ્ય અને દુર્ભવ્ય એ બે તો ત્યાં નિરંતર હર્ષિતપણે સુખને માનતા સતા રહ્યા, ભવ્ય તો સુખ કે દુઃખ કાંઇ ન માનવા લાગ્યો. આસન્નસિદ્ધિ દુખીપણું માનવા લાગ્યો અને તદ્દભવ-સિધ્ધિ તો અત્યંત દુ:ખીપણું અનુભવવા લાગ્યો. એકદા અનુકુળ પવને કરીને ત્યાં સર્વે વૃક્ષો પલ્લવીત થઇ ગયા તે જોઇને અભવ્ય બોલ્યો કે – અહો આપણા શુભયોગથી જુઓ કેવા પુષ્પ ફળનો ઉગમ થયો છે. દુર્ભવ્ય પણ તેના વાકયને અનુમોદન આપતો સતો પ્રમોદવાનું થઇ રહ્યો. ભવ્ય તો તે વચનો સાંભળીને હર્ષ કે વિષાદ કાંઇપણ અનુભવ્યાવિના સ્થિર રહ્યો. આસન્નસિદ્ધિ અને તભવસિદ્ધિ તો બોલ્યા કે આવા ઉજ્જડ દ્વીપમાં અતિ તુચ્છ ફલાદીનું આસ્વાદન કરવું અને કનીષ્ટજળનું પાન કરવું તેજ જો હર્ષનું સ્થાનક હોય તો પછી વિષાદનું