________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પપ
જ કામનાઓ અને આ સઘળી જ પ્રવૃત્તિઓની પાછળ સૌનું ધ્યેય એકસરખું છે. એ ધ્યેય છે-દુ:ખનો નાશ અને સુખની પ્રાપ્તિ. દુઃખ, એ સૌની નાપસંદગીની વસ્તુ છે અને સુખ એ સૌની પસંદગીની વસ્તુ છે. દુ:ખથી. સર્વથા રહિત, સુખથી પરિપૂર્ણ અને કોઇ પણ કાળે એમાં પરિવર્તન આવે નહિ કે એનો નાશ સંભવે નહિ–એવી દશા પ્રાપ્ત થઈ જાય, તો કોઇ પ્રયત્ન કરે ? કોઇ કામના કરે ? નહિ જ. અનિષ્ટની અને અપૂર્ણ ઇષ્ટની વિદ્યમાનતા જ કામનાને પેદા કરે છે. અનિષ્ટ ટળે, સંપૂર્ણ ઇષ્ટ પ્રાપ્ત થાય અને એમાં કોઇ કાળે અલ્પતાનો પણ અસંભવ નિશ્ચિત હોય, તો કામનાને અવકાશ જ નથી. સુખ એવું મળી જાય, કે જે દુ:ખના એક અંશથી પણ રતિ હોય : એવી કોટિનું સંપૂર્ણ હોય, કે જેનાથી કોઈ પણ કાળે કોઇ પણ જીવને વિશેષ સુખ મળે એ શકય જ ન હોય : અને એવું દુઃખરહિત તથા સંપૂર્ણ સુખ કોઇ પણ કાળે જો અલ્પતાને કે વિનાશને પામવાનું ન હોય, તો એવા સુખને પામનાર આત્માઓને કોઇ પણ પ્રકારની કયારેય કામના જાગે, એ સંભવિત જ નથી. સાધના ત્યાં સુધી જ આવશ્યક છે, કે જ્યાં સુધી આ જાતિના સુખની પ્રાપ્તિ થઇ નથી. પ્રચલિત સાધના સિદ્ધિસાધક નથી ?
મનુષ્ય આ જાતિના સુખની વાસ્તવિક સાધના કરવામાં જ પોતાના જીવનની સફલતા માનવી જોઇએ. મનુષ્યને દુઃખ ગમતું નથી એટલું જ નહિ, પણ દુઃખવાળું સુખે ય ગમતું નથી. ઘણા સુખમાં પણ અલ્પ દુઃખ હોય, તો તે મનુષ્ય માત્રને ખટકયા કરે છે. એને એમ થયા જ કરે છે કે“કયારે મારું આટલું પણ દુઃખ નાશ પામે ?' એજ રીતિએ જેને અપૂર્ણ સુખ પ્રાપ્ત થયું છે, તે શેષ સુખની ઇચ્છા કર્યા જ કરે છે અને પ્રાપ્ત સુખ પણ ચાલ્યું જવાનું છે' -એ વિચાર પણ માણસને મુંઝવે છે. આથી સૌને પસંદ તો એજ સુખ છે, કે જે દુ:ખ-રહિત પણ હોય, સંપૂર્ણ પણ હોય અને શાશ્વત પણ હોય. આવા વિશિષ્ટ કોટિના સુખને ઝંખનારૂં જગતુ આજે કયી જાતિની સાધના કરી રહ્યું છે ? શું જગતની વર્તમાન સાધના