________________
૧૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મુજબ પોતાના મતને ઉભા કરતાં જાય છે આથી એમ કહેવાય છે કે ભગવાનની દેશનામાંથી છ એ દર્શનો પેદા થયેલા છે. જેના દર્શન સિવાયના બાકીના દર્શનો એકાંગી પકડ પકડીને પેદા થયેલા હોવાથી ભારેકર્મી ભવ્ય જીવોએ એ પેદા કરેલા છે એમ કહેવાય છે. જ્યારે આ જીવોની ભારેકર્માતા દૂર થશે અને લઘુકર્મીતાને પામશે ત્યારે જ આ જીવોને મોક્ષની રૂચિ પેદા થશે આ ભારેકર્મી જીવો ચરમાવર્તકાળમાં આવેલા ગણાય છે માટે ચરમાવર્ત વર્તી જીવો તરીકે પણ ગણાય છે માટે જે જીવો શ્રી સિધ્ધગિરિની સ્પર્શના ગમે તેવા ભાવથી પણ કરે તો તે જીવ ભવ્ય નિયમા છે અને ચરમાવર્ત વર્તીપણામાં આવેલો છે એમ મનાય છે. એટલે કે એ જીવ એક પુદ્ગલ પરાવર્તકાળમાં નિયમા મોક્ષે જશે એવી એને છાપ મલે છે, જે જીવો શ્રી સિધ્ધગિરિને સ્પર્ધો નથી તે જીવો પ્રાયઃ કરીને અભવ્ય જીવો રૂપે-દુર્ભવ્ય જીવો રૂપે ગણાય છે. માટે જ કુળમાં જન્મેલા બાળકને ચાર-છ મહિનાનું થાય તો સૌથી પહેલા સિધ્ધગિરિની સ્પર્શના કરાવવા લઇ જવાય છે કારણકે કદાચ એનું આયુષ્ય ઓછું હોય અને વહેલો કાળ પામી જાય તો આશ્વાસન રહે કે મારે ત્યાં આવેલો જીવ ભવ્યત્વપણાની છાપ લઇને ગયો કે જેથી હવે એ જીવ જ્યાં ગયો હશે ત્યાંથી વધારેમાં વધારે એક પુદ્ગલ પરાવર્તકાળમાં નિયમા મોક્ષે જશે એનો આનંદ પેદા થાય છે.
આ ભારે કર્મી ભવ્યજીવોનું મિથ્યાત્વ ગાઢ હોવા છતાંય અભવ્ય કે દુર્ભવ્ય જીવો જેવું ગાઢ કદી બનતું નથી. કાંઇક ગાઢતા ઓછી હોય છે. આ જીવો પણ ભારે કર્મીતાના યોગે અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી કાળ સુધી રખડ્યા કરે છે. (૫) લઘુકર્મી ભવ્ય જીવો :
જે ભવ્ય જીવોનો સંસાર અર્ધપુદગલ પરાવર્તકાળ કરતાં કાંઇક ઓછો હોય એટલે કે એક ભવ જેટલો ઓછો હોય એવા જીવો લઘુકર્મી ભવ્ય જીવો ગણાય છે. આ લઘુકર્મીપણા રૂપે જીવ બને એટલે મોક્ષની રૂચિ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. દરેક જીવોને, લઘુકર્મીતાને પામે